તલોદ શહેરમાં તરખાટ મચાવનાર ચીકલીગર ગેંગના ત્રણ શખ્સ ઝબ્બે
25, જાન્યુઆરી 2025 693   |  

ઇડર, સાબરકાંઠા જીલ્લાના તલોદ શહેરની પંચવટી સોસાયટીના એક મકાન તેમજ જ્વેલર્સની દુકાનનું તાળુ તોડી રૂપિયા ૪,૧૦,૫૦૦ની મત્તાની ચોરી કરી તસ્કરો ભાગી છૂટયા હોવાની ફરિયાદ તલોદ પોલીસ મથકમાં નોંધાયા બાદ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા જે દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે શુક્રવારે બાતમીના આધારે ચીકલીગર ગેંગના ત્રણેય શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી લઈ તલોદ પોલીસને હવાલે કર્યા હતા જે અંગે તલોદ પોલીસ મથકના પી.આઈએ ત્રણ શખ્સોને તલોદની કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા નામદાર કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા આ અંગેની વિગત એવી છે કે તલોદ શહેરના પંચવટી સોસાયટીના મકાન નં.૪૫૨માં અજાણ્યા ચોર ઈસમોએ ઘરના દરવાજાનું તાળુ તોડી ઘરમાં પ્રવેશ કરી તિજાેરીમાં મુકેલા સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ ૪,૧૦,૫૦૦ની મત્તાની ચોરી કરી હતી આ ઉપરાંત સુન્ધા જ્વેલર્સ નામની દુકાનમાંથી પણ સોનાનું પાણી ચઢાવેલ દાગીનાઓની પણ ચોરી કરીને ચોર ઈસમો નાસી ગયા હતા જે અંગેની ફરિયાદ તલોદ પોલીસ મથકમાં નોંધાતા તલોદ પી.આઈ આશિષ ચૌધરીના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરવામાં આવી હતી જે દરમિયાન તલોદમાં ચોરી કરનાર ત્રણ શખ્સોને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી લીધા હતા જેઓની પુછપરછ કરતા તેઓએ તલોદની પંચવટી સોસાયટી તેમજ સુન્ધા જ્વેલર્સ નામની દુકાનમાં ચોરી કરી હોવાની કબુલાત કરતા આ ત્રણેય શખ્સોને તલોદ પોલીસના હવાલે કરવામાં આવ્યા હતા આ અંગે વધુ માહિતી આપતા તલોદ પીઆઈ આશિષ ચૌધરીએ એક વાતચિતમાં જણાવ્યુ હતુ કે પંચવટી સોસાયટીના મકાન તેમજ સુન્ધા જ્વેલર્સ નામની દુકાનમાં ચોરી કરનાર શખ્સ શ્યામસીંગ અર્જનુસીંગ બાવરી ચીકલીગર (ઉ.વ.૨૫,રહે. બારૈયાવાસ,કણભા ગામ, તા.દસ્ક્રોઈ, જિ.અમદાવાદ),માનસીંગ ઉર્ફે ખુમાનસીંગ લાલસીંગ લોહારીયા ચીકલીગર (ઉ.વ.૩૬,રહે.કણભા બારૈયાવાસ,તા.દસ્ક્રોઈ, જિ.અમદાવાદ),રાજવીર મન્નુસીંગ સરદાર ચીકલીગર (ઉ.વ.૨૧, રહે.ઝાણું ઈન્દીરાનગર, તા.દસ્ક્રોઈ, જિ.અમદાવાદ)ની ધરપકડ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે કરી હતી જાેકે ટ્રાન્ફર વોરંટના આધારે તલોદ પોલીસ મથકે લાવી વધુ પૂછપરછ હાથ ધરી હતી જેમાં પંચવટી સોસાયટીમાં ગત તારીખ ૧૫ જાન્યુઆરીના રોજ થયેલ ચોરીનો મુદામાલ કબ્જે કરી ત્રણેય ઈસમોને તલોદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જે દરમિયાન નામદાર કોર્ટે ચોરીના ગુનામાં સંડોવાયેલ ત્રણેય શખ્સોના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું જાણવા મળ્યું હતુ.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution