અમદાવાદ, ગુજરાતના જખૌ, માંડવી, મુંદ્રા, નવા કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખા તથા પોરબંદરના દરિયાકાંઠે ૨૭થી ૨૯ મે ૨૦૨૨ દરમિયાન ૪૦થી ૫૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છેતેવી આગાહી હવામાન વિભાગે કરી છે. , હવામાન વિભાગે વધુ કહ્યું છે કે આ ૬૦ કિલોમીટર સુધી પણ પહોંચી શકે છે. એવામાં માછીમારોને આ સમય દરમિયાન દરિયો ખેડવા ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે.રાજ્યભરમાં મંગળવારે તેજ પવનો સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદનાં ઝાપટાં નોંધાયાં હતાં. જેના કારણે અમદાવાદ, સુરેન્દ્રનગર તથા ઉત્તર ગુજરાતનાં કેટલાંક સ્થળોને બાદ કરતા મોટાભાગનાં શહેરોમાં ૪૦ ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું હતું. દક્ષિણ ગુજરાતમાં વાપી, વલસાડમાં તેજ પવનો સાથે ઝાપટાં નોંધાયાં હતાં. જેના કારણે ગરમીમાં રાહત મળી હતી. ચોમાસુ ૧૫ જૂનની આસપાસથી શરૂઆત થશે.હવામાન વિભાગ મુજબ, ગુજરાતના જખૌ, માંડવી, મુંદ્રા, નવા કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખા તથા પોરબંદરના દરિયાકાંઠે ૨૭થી ૨૯ મે ૨૦૨૨ દરમિયાન ૪૦થી ૫૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જે ૬૦ કિલોમીટર સુધી પણ પહોંચી શકે છે. એવામાં માછીમારોને આ સમય દરમિયાન દરિયો ખેડવા ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે. રાજ્યભરમાં મંગળવારે તેજ પવનો સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદનાં ઝાપટાં નોંધાયાં હતાં. જેના કારણે અમદાવાદ, સુરેન્દ્રનગર તથા ઉત્તર ગુજરાતનાં કેટલાંક સ્થળોને બાદ કરતા મોટાભાગનાં શહેરોમાં ૪૦ ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું હતું. જ્યારે રાજકોટમાં પણ અડધાથી બે ઇંચ સુધી વરસાદ પડતા માત્ર એક કલાકમાં તાપમાનમાં ૧૦ ડિગ્રી સુધીનો ઘટાડો થયો હતો. વાતાવરણમાં આવેલા પલટાને કારણે રાજકોટ સહિત કેટલાંક વિસ્તારમાં ઝાપટું પડ્યું હતું.
Loading ...