દિલ્હી-

પશ્ર્ચિમ બંગાળનું પ્રતિનિધિત્વ કરનાર ટીએમસી નેતા અર્પિતા ઘોષે રાજયસભા સાંસદ પદેથી રાજીનામું આપ્યું છે. મળતી માહિતી મુજબ સદનનાં સભાપતિએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે. મહત્વનું છે કે, તાજેતરમાં પુર્ણ થયેલાં સંસદ સત્રમાં રાજયસભામાં હંગામો કરવાનાં મામલે અર્પિતા ઘોષને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સદનનાં હંગામા દરમ્યાન સાંસદ અને માર્શલ બંને ઘાયલ થઈ ગયા હતા. ત્યારબાદ તેઓને સસ્પેન્ડ કરાયા હતા. જો કે, અર્પિતા ઘોષ તરફથી આ બાબતે કોઈ પ્રતિક્રિયા મળી નથી. માનવામાં આવી રહ્યું છે કે હવે અર્પિતા ઘોષને સંગઠનમાં મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી શકે તેમ છે.