વડોદરા, તા.૧૫

શહેરમાં આવતીકાલે વડોદરા વકીલ મંડળની ચુટણીમાં મતદાન થવાનું છે પરંતું આ વર્ષે ચુંટણીમાં ઉમેદવાર વકીલો વચ્ચે ઉગ્ર રસાકસી હોઈ વકીલ મંડળની ચુટણીને પણ રાજકિય રંગ લાગ્યો છે અને મતદાનના ગણતરીના કલાકો અગાઉ કેટલાક ઉમેદવારો અને તેઓના ટેકેદારો દ્વારા સત્તાની લાલચમાં વકીલાત જેવા અત્યંત પ્રતિષ્ઠિત અને મોભાદાર વ્યવસાયની ગરીમા ચુકી હરિફ ઉમેદવારોનો પોસ્ટરો ફાડી નાખવા જેવી સાવ હલકી કક્ષાની પ્રવૃત્તી સપાટ પર આવતા શહેરના સિનિયર વકીલોએ આ સમગ્ર પ્રક્રિયાએ વખોડી નાખી છે.

વડોદરા વકીલ મંડળની આવતીકાલે શુક્રવારે ચુટણી યોજાશે જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિત ૧૮ પદ માટે આશરે ૩૨૦૦ જેટલા ઉમેદવાર વકીલો મતદાન કરશે. જાેકે વકીલ મંડળની ચુટણીમાં અત્યાર સુધી મોટાભાગે જાેવામાં ના આવ્યા હોય તેવા અનેક નવા નવા પરિબળો જાેવા મળ્યા છે. આવતીકાલે ચુટણીના ગણતરીના કલાકો અગાઉ સત્તાની લાલસામાં કેટલાક ઉમેદવારોએ વકીલાત જેવી સમાજમાં પ્રતિષ્ઠિત અને મોભાદાર વ્યવસાયની ગરીમા ચુક્યા છે. વકીલ મંડળની ચુટણીમાં પ્રમુખ પદના ઉમેદવારો નલિન પટેલ અને હસમુખ ભટ્ટે જાહેરમાં એકબીજા પર આક્ષેપો કરી અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરતા હવે જુનિયર વકીલો દ્વારા પણ સિનિયર વકીલોનું અનુકરણ કરી પ્રચારમાં કાયદાઓ નેવે મુકી દીધા છે.

 ચુટણીના ગણતરીના કલાકો પહેલા જનરલ સેક્રેટરી પદના એક ઉમેદવારના પોસ્ટરો અને બેનરો ફાડી નાખવામાં આવતા આ ઉમેદવારે તેમના હરિફ ઉમેદવારો હારના ડરથી ગભરાઈને આવી પ્રવૃત્તી કરતા હોઈ તેઓને સબક શિખવાડવા માટે સોશ્યલ મિડિયા પર અન્ય વકીલમિત્રોને વિનંતી કરી હતી. જાેકે વકીલ મંડળની ચુટણીમાં રાજકિય પક્ષોની જેમાં માત્ર પોસ્ટરો અને બેનરો ફાડી નાખી ગુમ કરવાની સાથે હવે નામદાર જજોને પણ નિશાને લઈ તેઓની વિરુધ્ધ સોશ્યલ મિડિયા પર ડાયસ પર બેસીને સિનિયર વકીલોનું અપમાન કરો છો તે હવે ચલાવી નહી લેવાય તેવી પણ ટીપ્પણી કરાઈ હતી.

જાેકે ચુટણીની પુર્વસંધ્યાએ કેટલાક સિનિયર વકીલો દ્વારા હોટલ, ફાર્મહાઉસ અને ટેકેદાર વકીલોના ત્યાં ગ્રુપમિટીંગ સાથે રાત્રિ ભોજનના પણ આયોજન કરાયા હતા. જાેકે વકીલ મંડળની સામાન્ય ચુટણીમાં આ વર્ષે ઉમેદવારો દ્વારા જે રીતે ખેલદીલીની ભાવના અને કાયદા નેવે મુકી પ્રચાર કરવામાં આવી રહ્યા છે તેની સામે કેટલાક સિનિયર અને જાગૃત વકીલોએ પણ ભારે ખેદ વ્યક્ત કર્યો છે.