ટોક્યો ઓલિમ્પિક્સઃ બીજી મેચમાં ભારતીય પુરુષ હોકીની ટીમ હારી 
26, જુલાઈ 2021 396   |  

ટોક્યો

રવિવારે ટોક્યો ઓલિમ્પિકમાં રમાયેલી તેની બીજી મેચમાં ભારતીય પુરુષ હોકીની ટીમ ઓસ્ટ્રેલિયા સામે ૧-૭ થી હારી ગયું હતું. બંને ટીમોએ તેની શરૂઆતની મેચ જીતી હતી અને આ મેચમાં જીત સાથે જૂથની ટોચ પર તેમનું સ્થાન મજબૂત બનાવવાની શોધમાં હતી. શનિવારે ભારતે ન્યુઝીલેન્ડને નજીકની મુકાબલામાં ૩-૨થી પરાજિત કર્યું હતું, જ્યારે ઓસ્ટ્રેલિયાએ યજમાન જાપાન સામે ૫-૩ થી વિજય મેળવ્યો હતો. જોકે આ મેચમાં ઓસ્ટ્રેલિયાની પકડ શરૂઆતથી જ મજબૂત હતી અને તેઓએ ભારત સામે ૭-૧ થી જીત મેળવી હતી.

ભારતીય ટીમ આ મેચમાં ર્નિજીવ લાગી. ઓસ્ટ્રેલિયા દરેક વિભાગમાં ટોપર સાબિત થયું. ઓસ્ટ્રેલિયા તરફથી ડેનિયલ બીલે (૧૦ મા), જેરેમી હેવર્ડ (૨૧ મા), ફ્લાયન ઓગલિવી (૨૩ મા), જોશુઆ બેલ્ટઝ (૨૬ મા), બ્લેક ગોવર્સ (૪૦ મા અને ૪૨ મા) અને ટિમ બ્રાન્ડ (૫૧ મી મિનિટે) એ ગોલ કર્યા. ભારત માટે એકમાત્ર ગોલ દિલપ્રીતસિંહે ૩૪ મી મિનિટમાં કર્યો. ભારત તેની આગામી પૂલ એ મેચ ૨૭ જુલાઈના રોજ સ્પેનની વિરુદ્ધ રમશે.

આઠ વખતની ઓલિમ્પિક ચેમ્પિયન ભારતે છેલ્લે ૧૯૮૦ માં મોસ્કોમાં રમતોત્સવના સમરમાં મેડલ જીત્યો હતો. મનપ્રીત સિંઘની અધ્યક્ષતાવાળી વર્તમાન ટીમ વર્લ્ડ રેન્કિંગમાં ચોથા સ્થાને છે, તે ટોક્યોના મેડલના દાવેદારોમાં ગણાય છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution