લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
16, જાન્યુઆરી 2026 |
12276
સંપૂર્ણ ડિજિટલ પેમેન્ટ: હવે ટોલ પ્લાઝા પર રોકડ (Cash) સ્વીકારવામાં આવશે નહીં. તમારે ફરજિયાતપણે FASTag અથવા UPI (Google Pay, PhonePe, વગેરે) દ્વારા જ પેમેન્ટ કરવાનું રહેશે.
નવા નિયમો લાગુ થયા પછી વાહનચાલકોને ટોલ ટેક્સ ચૂકવવા માટે ફક્ત ફાસ્ટેગ અથવા યુપીઆઇ પેમેન્ટનો જ ઉપયોગ કરવો પડશે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયના સચિવ વી. ઉમાશંકરે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ટોલ પર રોકડ (કેશ) વ્યવહારોને સંપૂર્ણપણે બંધ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય ટોલ નાકાઓ પર લાગતી લાંબી કતારોને સમાપ્ત કરવી અને મુસાફરીને અવરોધમુક્ત બનાવવાનો છે. આ ‘નો-સ્ટોપ’ સિસ્ટમનો પાયલોટ પ્રોજેક્ટ હાલમાં દેશના ૨૫ ટોલ પ્લાઝા પર પરીક્ષણ કરવામાં આવી રહ્યો છે. જાેકે, હજુ સત્તાવાર નોટિફિકેશન આવવાનું બાકી છે.કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય આ ડિજિટલ પરિવર્તનને લાગુ કરવા માટે અંતિમ સ્વરૂપ આપી રહ્યું છે. વર્તમાનમાં ફાસ્ટેગ ફરજિયાત હોવા છતાં ઘણી જગ્યાએ રોકડ વ્યવહારો થાય છે. ડિજિટલ પેમેન્ટ ન કરતા વાહનોને કારણે ટ્રાફિક જામની સ્થિતિ રહે છે. રોકડ વ્યવહાર બંધ થવાથી વાહનોને ટોલ બૂથ પર રોકાવું પડશે નહીં.ટોલ પ્લાઝા પર વાહનોના વારંવાર રોકાવા અને ચાલવાને કારણે ભારે માત્રામાં ડીઝલ અને પેટ્રોલનો બગાડ થાય છે.