વડોદરા : યોગી ડિવાઈન સોસાયટી અને હરિધામ સોખડાના પ્રણેતાની ખ્યાતિ દેશ- વિદેશમાં પ્રસરેલી છે ત્યારે તેમના અંતિમ દર્શન કરવા માટે રાજનેતાઓ પણ ઉમટયાં હતા.છેલ્લા ત્રણ દિવસથી અનેક રાજનેતાઓ દર્શન કરવા માટે આવી રહ્યાછે. ત્યારે આજે છેલ્લા દિવસે મોટી સંખ્યામાં રાજનેતાઓ ઉમટી આવ્યા હતા. જેમાં નાયબ મુખ્યમંત્રી પણ શ્રધ્ધાંજલી પાઠવા માટે આવી પહોંચ્યા હતા. દાસોના દાસ હરિ પ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી થતા ભકતો તેમજ રાજનેતાઓ પણ શોકમગ્ન થયાં હતા. ત્યારે સ્વામીજી ના આખરી દિવસે દર્શન માટે મોટી સંખ્યામાં રાજનેતાઓ જાેવા મળ્યા હતા. ત્યારે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ , પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ , પ્રદેશ કોગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા, રાજ્ય મંત્રી ઈશ્વર પટેલ ,સાંસદોમાં મોહન કુંડારીયા, મનસુખ વસાવા, રંજન બેન ભટ્ટ, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડાॅ.વલ્લભ કથીરીયા, ઘારાસભ્યોમાં વિવેક પટેલ , ઋષીકેશ પટેલ , જીતુ વાધાણી, મધુ શ્રીવાસ્તવ ,રાજકોટ જીલ્લા પંચાયતના ભૂપત બોદર આવ્યા હતા. આવતી કાલે અંતીમ સંસ્કારની વિધીમાં મુખ્યમંત્રી વિજય રુપાણી પણ હાજર રહેશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ હરિપ્રસાદ સ્વામીને પાઠવેલા શોક સંદેશમાં જણાવ્યું હતું કે, હરિપ્રસાદ સ્વામીજીના નિધનને પગલે હું ખૂબ દુઃખી થયો છું. તેઓ ઇન્ટનેશનલ યુથ આઇકોન હતા. ભગવાન તેમના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના.