અમેરિકા સાથેની ટ્રેડ ડીલથી ખેડૂતો અને નાના ઉદ્યોગોને પણ નુકશાન થશે: કોંગ્રેસ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, માર્ચ 2026  |   2574

અમદાવાદ એઆઈ સમિટમાં યુવા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેના વિશે પણ વાત કરી હતી. યુવા કોંગ્રેસ દેશના હિત માટે ખૂબ જ ચિંતિંત છે. દેશના યુવાનો પણ કેન્દ્ર સરકારને સવાલ પૂછી રહ્યા છે કે અમેરિકા સાથે ટ્રેડ ડીલ થઈ છે તેના લીધે ખેડૂતોને ખૂબ જ નુકશાન આવનારા સમયમાં થવાનું છે. આ ટ્રેડ ડીલ થવાના લીધે ભારત દેશના અતિ મહત્વપૂર્ણ ડેટાની પણ અમેરિકા સાથે આપ-લે થશે. તેના લીધે દેશની સુરક્ષા સામે પણ ખતરો ઊભો થવાનો છે, અમેરિકા ભારત દેશને બાનમાં લેશે તથા પોતાને ફાવે તેવું વર્તન કરશે અને દેશ પર દબાણની રાજનીતિ કરવાનું આગામી સમયમાં કોઈ કચાશ બાકી રાખશે નહીં. આવનારા સમયમાં ટ્રેડ ડીલ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન યુવા કોંગ્રેસ દ્વારા ચાલુ રાખવામાં આવશે . યુથ કોંગ્રેસના નેતાઓને જેલમાં પૂરવામાં આવ્યા હતા, પણ તેઓનું સ્હેજ પણ મનોબળ તૂટ્યું નથી તે અમારા માટે ગર્વની બાબત છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution