વડોદરા, તા. ૧૧

માંજલપુર વિસ્તારમાં એક કાર ચાલકને કાર ચલાવતા સમયે હાર્ટ એટેક આવતા રાહદારીઓના ચાર જેટલા વાહનોને અડફેટે લીધા હતા. કાર ચાલકને બેભાન અવસ્થામાં નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જતા ફરજ પર હાજર તબીબે તેમણે મૃત જાહેર કર્યા હતાં.

વાઘોડીયા રોડ પર આવેલ ઉમા કોલોનીમાં રહેતા ૫૨ વર્ષીય દિપક ગોવિંદલાલ શાહ પોતાની કાર લઇને દીપ ચેમ્બર તરફથી તુલસીધામ ચાર રસ્તા તરફથી પસાર થઇ રહ્યા હતાં. તે સમયે કાર ચાલક દિપક શાહ સહિત પાછળની સીટ પર બેસેલ તેમણી દીકરી પણ બેઠી હતીં. જાે કે કાર ચલાવતા સમયે દિપક શાહને હાર્ટ એટેક આવતા તેઓ બેભાન થઇ ગયા હતાં જેથી તેમણો સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી બેઠા હતાં. સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા દિપક શાહે રસ્તાની સાઇડ પર ઉભેલા રાહદારીઓના પાર્ક કરેલ ચોર વ્હીલર કાર અને ટુ વ્હીલર વાહનોને અડફેટે લીધા હતાં. તે સમયે ત્યાં એક કારને અડફેટે લેતા દિપક શાહની કાર ત્યાંજ ઉભી રહી ગઇ હતીં. જેથી આસપાસના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતાં. કાર ચાલક દિપક શાહ બેભાન અવસ્થામાં હોઇ તેમણે બહાર કાઢવામાં આવ્યા હતાં. કાર ચાલક દિપક શાહની પુત્રીએ લોક ટોળાને સમજાવતા તેઓને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ખાનગી હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ કાર ચાલક દિપક શાહને મૃત જાહેર કરવામાં આવ્યા હતાં. જેથી માંજલપુર પોલસને આ સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી. માંજલપુર પોલીસે સમગ્ર બનાવમાં અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બોકસ ઃ આઇ ટેન કાર ચાલકે બલેનો કાર, સ્કૂટર સહિત બે કારને ટક્કર મારી

કાર ચાલક દિપક શાહ માંજલપુર વિસ્તારમાંથી પસાર થતા હાર્ટ એટેક આવતા દિપક શાહ પોતાની આઇ ટેન કાર ચાલકે રાહદારીની ઉભી રહેલી બલેનો કાર, સ્કૂટર સહિત બે કારને ટક્કર મારી હતી. જેથી ટક્કર મારતા ચારથી વધુ વાહનોને મોટી સંખ્યામાં નુકશાન થવા પામ્યું હતું.