/
અમદાવાદમાં પેટ્રોલ ૮૧ને પાર  ગેસ સિલિન્ડર રૂ.૬૪૪ને પાર પહોંચ્યો

ગાંધીનગર, આ મહિને રાંધણ ગેસના સિલિન્ડરના ભાવમાં ૫૦ રુપિયાનો વધારો થયો છે. જાેકે, આ ભાવવધારાને સરભર કરવા માટે ગ્રાહકોને સરકાર સબસિડી આપશે કે કેમ તે હજુય સ્પષ્ટ નથી. ડિસેમ્બરમાં સિલિન્ડરનો ભાવ અમદાવાદમાં વધીને ૬૪૪ રુપિયા થયો છે. બીજી તરફ, મે મહિનાથી રાંધણ ગેસનો સિલિન્ડર લેનારા લોકોને કોઈ સબસિડી પણ નથી મળી. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ગેસ અને ક્રુડની કિંમતમાં કડાકો બોલાતા ઘરઆંગણે પણ તેના ભાવ ઘટ્યા હતા કે પછી સ્થિર રહ્યા હતા. માર્કેટ રેટ અને સબસિડાઈઝ્‌ડ રેટ સમાન થઈ જતાં ગ્રાહકોને સબસિડી ચૂકવવાનું પણ બંધ કરી દેવાયું હતું. નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં કેન્દ્ર સરકારે ગેસ સિલિન્ડર પર સબસિડી પેટે રુ. ૨૨,૬૩૫ કરોડ રૂપિયાની ચૂકવણી કરી હતી. ૨૦૧૮-૧૯માં આ રકમ ૩,૪૪૭ કરોડ રુપિયા જેટલી થતી હતી. જાેકે, આ વર્ષે ક્રુડના ભાવ ઘટવાથી નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના પહેલા છ મહિનામાં સરકારે સબસિડી પેટે માત્ર રુ. ૧૧૨૬ કરોડ રુપિયા જ ચૂકવ્યા છે. જાે માર્ચ ૨૦૨૧ સુધી આંતરરાષ્ટ્રીય બજારોમાં પેટ્રોલિયમની કિંમતમાં ખાસ ચઢ-ઉતર ના થાય તો સરકાર આ નાણાંકીય વર્ષમાં સબસિડી પેટે ચૂકવાતી રકમમાં મસમોટી બચત કરી શકશે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution