વોશ્ગિટંન-

અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડૉનાલ્ડ ટ્રમ્પનો પરાજય થયો છે. આગામી બે મહિનાની અંદર બાઈડેન શપથ ગ્રહણ કરશે. એટલે કે બીજા અર્થમાં કહીએ તો અમેરિકામાં ટ્રમ્પ સરકાર હવે બે મહિનાની જ મહેમાન છે. પરંતુ જતા જતા પણ રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ ચીનને આકરો ઝાટકો આપવાનું નથી ચુક્યા.

ટ્રમ્પ સરકારે એક કાર્યકારી આદેશ બહાર પાડી ચીનની કંપનીઓમાં અમેરિકી રોકાણ પર પ્રતિબંધ લગાવી દીધા છે. ટ્રમ્પ પ્રશાસન દ્વારા આપવામાં આવેલા આ આદેશમાં ૩૧ ચીની કંપનીઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ આદેશ પ્રમાણે એવી ચીની કંપનીઓમાં અમેરિકા દ્વારા રોકાણ નહીં કરવામાં આવે જે કોઈ પણ રૂપમાં ચીનની સેના સાથે જાેડાયેલી હોય. આ પગલું અમેરિકાની રોકાણ પેઢી, પેન્શન ફંડ અને અન્યને ૩૧ ચીની કંપનીઓના શેર ખરીદવા સામે મનાઈ ફરમાવી દેવામાં આવી છે. જેને રક્ષા વિભાગ તરફથી ચીની સેના સમર્થીત કંપનીનો કરાર આપવામાં આવ્યો છે. 

ડોનાલ્ડ ટ્રમ્પના આ ર્નિણયના કારણે ચીનને ઘણું મોટુ નુકશાન ઉઠાવવાનો વારો આવશે. તેમાં પણ ખાસ કરીને ચાઈના ટેલિકોમ કોર્પ લિમીટેડ, ચાઈના મોબાઈલ લિમીટેડ અને સર્વિલાંસ ડિવાઈસ નિર્માતા સૌથી વધારે ગંભીર અસર થશે. આ આદેશ આવનારા વર્ષના 11 જાન્યુઆરી સુધી અમલી રહેશે અને તે બાદ અમેરિકી રોકાણકારોની યાદીમાં ચીની કંપનીઓમાં રોકાણ નહીં કરી શકે. વ્હાઈટ હાઉસ દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશમાં જણાવાયું છે કે, ચીન પોતાની સેના, ગુપ્તચર તંત્ર અને અન્ય સુરક્ષા એજન્સીઓને મજબુત બનાવવા અને તેના આધુનિકીકરણ માટે ઘણા સમયથી અમેરિકાના નાણાંનો ઉપયોગ કરી રહ્યું હતું. પણ હવે આવું ચાલશે નહીં. 

રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જાે બાઈડેનના હાથે મળેલી હાર બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લેવામાં આવેલો પહેલો આ મોટો ર્નિણય છે. જેના પરથી અંદાજ લગાવી શકાય કે ટ્રમ્પ સત્તા હસ્તાંતરણ પહેલા પણ ચીન સામે કાર્યવાહી કરવાની કોઈ જ તક જતી કરવા માગતા નથી.