લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, એપ્રીલ 2026 |
2079
એક દિવસ પહેલા અમેરિકા-ઈરાનનો શાંતિનો સંદેશ તે જ દિવસે સાંજ પડતા ઢીલો ઢબ પડી ગયો છે. લેબનોન પર ઈઝરાયલના ઘાતક હુમલા બાદ ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ખોલ્યાના થોડા જ કલાકોમાં તેને ફરી બંધ કરવાની જાહેરાત કરી દીધી. સાથે જ એ સ્પષ્ટ કરી દીધું કે અમેરિકાએ હવે એ નક્કી કરવું પડશે કે તેનેયુદ્ધવિરામ જાેઈએ છે કે ઈઝરાયલ દ્વારા યુદ્ધ. ઈઝરાયલની બાબતમાં ફસાયેલા અમેરિકામાં પણ રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પની ટીકાઓ જાેર પકડી રહી છે.અમેરિકન સેનેટરે ટ્રમ્પને રાષ્ટ્ર પ્રમુખ પદ માટે માનસિક રીતે અનફિટ ગણાવ્યા અને તેમને પદ પરથી હટાવવા માટે શક્ય તમામ પગલાં લેવાની અપીલ પણ કરી દીધી. ટ્રમ્પની ટીકાનું કેન્દ્ર ઈરાન દ્વારા મોકલવામાં આવેલ ૧૦ મુદ્દાનો પ્રસ્તાવ છે. ક્રિસ મર્ફીએ એક દિવસ પહેલા આને ટ્રમ્પનું સરેન્ડર ગણાવ્યું હતું. આ બાબતે હવે વ્હાઇટ હાઉસની સ્પષ્ટતા સામે આવી છે.વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે દાવો કર્યાે છે કે રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પે ઈરાનના પ્રસ્તાવને કચરાપેટીમાં ફેંકી દીધો છે.
લેબનોનમાં યુદ્ધવિરામ અંગે અમેરિકાએ હાથ ઊંચા કર્યા
અમેરિકાએ સ્પષ્ટ કરી દીધું છે કે ઈરાન સાથે યુદ્ધવિરામ કરારમાં લેબેનોનનો સમાવેશ ન હતો. બીજી તરફ ઈઝરાયલે લેબેનોનમાં ભીષણ હુમલા કર્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થી કરી રહેલા પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે દાવો કર્યાે હતો કે યુદ્ધવિરામ સમજૂતીમાં લેબેનોન પણ સામેલ છે, જ્યારે ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ તેનો સ્પષ્ટ ઈનકાર કર્યાે હતો. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ પણ નકારી ચૂક્યા છે. હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં અમેરિકાના ઉપરાષ્ટ્ર પ્રમુખ જેડી વેન્સે લેબેનોનના યુદ્ધવિરામમાં સામેલ હોવાનો ઈનકાર કર્યાે છે. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મને લાગે છે કે કોઈ ગેરસમજ થઈ છે. મને લાગે છે કે ઈરાનીઓ એવું માની રહ્યા હતા કે યુદ્ધવિરામમાં લેબેનોન પણ સામેલ છે, જ્યારે એવું નથી.