15, ઓક્ટોબર 2020
891 |
મુંબઇ
ટીવી એક્ટ્રેસ અનીતા હસનંદાની ટૂંક સમયમાં માતા બનવાની છે. લગ્નનાં 7 વર્ષ બાદ તેનાં ઘરે ખુશીઓ આવી રહી છે. તેનાં આવનારા બળક માટે અનિતા અને પતિ રોહિત શેટ્ટી બને ખુબજ એક્સઇટેડ છે. 14 ઓક્ટોબરનાં તેમનાં લગ્નને 7 વર્ષ પૂર્ણ થયા. આ સમયે તેમણે બેબીમૂન સેલિબ્રેટ કર્યુ હતું. જેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
અનીતા હસનંદાની એ આ તસવીરો તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી છે.
અનીતાની આસ પાસ ખુબ બધા કાળા-સફેદ અને ગોલ્ડન કલરનાં બલૂન્સ જોવા મળે છે. અનિતાએ બ્લેક કલરનો પોલ્કા ડોટ્સ ડ્રેસ પહેર્યો છે. અનીતાનું બેબી બમ્પ પણ જોવા મળી રહ્યું છે.અનીતા હસનંદાનીનાં પતિ રોહતિ રેડ્ડીએ સોશિયલ મીડિયા પર તેની અને અનીતાની નવી તસવીરો શેર કરી છે જેમાં અનીત નેવી બ્લૂ રંગનાં સુંદર ડ્રેસમાં નજર આવે છે. આ તસવીરોને યૂઝ ખુબ પસંદ કરી રહ્યાં છે. અનીતા અને રોહિતનાં લગ્ન 14 ઓક્ટોબર 213નાં થયા હતાં. રોહિતે જણાવ્યું હતું કે, તેમનો પ્રેમ લવ એટ ફર્સ્ટ સાઇટ હતો. તે બંને એક જ જીમમાં જતા હતાં., જે બાદ એક દિવસ અનિતાને એક પબની બહાર તેની ગાડીની રાહ જોતા જોઇ હતી. જે જોતે તેણે અપ્રોચ કરવાનો નિર્ણય લીધો.