દિલ્હી-

વોઈસ ડીએમમાં મોટા ફેરફાર કર્યા છે. ટિ્‌વટર હવે ખૂબ જ એડવાન્સ થઈ ગયું છે. આ શોર્ટ મેસેજિંગે એપએ એન્ગેજમેન્ટ રેટ વધારવા માટે એક શાનદાર ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચર આવતા જ મેસેજ મોકલવાની રીત બદલાઈ જશે. ટિ્‌વટરે હાલ જ એક નવું ઓડિયો અપડેટ લોન્ચ કર્યું છે. જેને વોઈસ ડીએમ કહેવાય છે. આ ફીચરની મદદથી તમે કોઈ પણ ટિ્‌વટર યૂઝરને ઓડિયો ક્લિપ મોકલી શકો છો. ટિ્‌વટરનું આ નવું ફીચર માત્ર ડીએમ એટલે કે, ડાયરેક્ટ મેસેજ માટે જ ઉપયોગી બનશે. માટે તમે ટિ્‌વટરમાં કોઈને મેસેજ મોકલવા માગો છો તો તમે ટેક્સ મેસેજની જગ્યાએ સીધો જ વોઈસ મેસેજ કરી શકો છો. આ ફીચરની ઉપયોગીતા ખાસ વોઈસ મેસેજ માટે છે.

જાણકારી મુજબ ટિ્‌વટરે જે નવું ફીચર લોન્ચ કર્યું છે તે એટલું એડવાન્સ છે કે તમે વોઈસ મેસેજમાં ૧૪૦ સેકેન્ડની આખી નોટ મોકલી શકો છો. મતલબ તમે ડીએમમાં એક આખું સોન્ગ પણ મોકલી શકો છો. ટિ્‌વટરમાં કોઈ પણ યૂઝરને ડાયરેક્ટ મેસેજ મોકલવો ખૂબ જ સરળ છે. સૌથી પહેલાં તમારે મેસેજના ઓપ્શનમાં જવાનું થશે. જેને મેસેજ મોકલવા માગો છો તે યૂઝર આઈડી પર ક્લીક કરો. તે બાદ એક મેસેજ લખવા માટેનું ઓપ્શન આવશે. જેમાંથી તમે વોઈસ રેકોર્ડ કરીને મેસેજ મોકલી શકો છો. એડવાન્સ ફીચર એટલા માટે છે કે તમે વોઈસ મેસેજ મોકલતા પહેલાં એકવાર પોતે સાંભળી પણ શકો છો. ટિ્‌વટરે હાલ આ વોઈસ ડીએમ ફીચરને માત્ર ભારત, બ્રાઝિલ અને જાપાનમાં જ લોન્ચ કર્યું છે. એકવાર આ એડવાન્સ ફીચર પોપ્યૂલર થઈ જશે બાદમાં તેને એન્ય દેશોમાં રોલઆઉટ કરવામાં આવશે.