દિલ્હી-

ટવીટર અને ભારત સરકાર વચ્ચે તકરાર જારી છે. આઇટી રાજયમંત્રી રાજીવ ચંદ્રશેખરનું એકાઉન્ટ અનવેરીફાઇ કરી બ્લુ ટીક હટાવાયું છે. એકાઉન્ટનું યુઝરનેમ કે હેંડલ બદલવાને કારણે આવું કરાયું છે. તેમણે પોતાનું યુઝરનેમ બદલાવ્યુ હતું. રાજીવ એમપી હતુ બાદમાં રાજીવ જીઓઆઇ કરી દેવાયું છે. કેન્દ્ર સરકાર સાથે ટકરાવની વચ્ચે ટ્વિટરના આ કૃત્યએ તેની નીતિઓ પર ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે. જો કે, થોડા સમય પછી, ટ્વિટરે પોતાની ભૂલ સુધારી અને કેન્દ્રીય પ્રધાનના એકાઉન્ટ પર બ્લુ ટીક બેજને ફરીથી બહાલ કરી હતી. ટ્વિટરના સૂત્રો કહે છે કે કેન્દ્રીય પ્રધાનના નામ પર નામ બદલવાના કારણે આવું બન્યું હશે. સૂત્રો કહે છે કે ટ્વિટરની નીતિ એવી છે કે જો કોઈ વ્યક્તિ તેનું નામ બદલી નાખે છે, તો બ્લુ ટીક તેના એકાઉન્ટથી ટ્વિટર દ્વારા આપમેળે દૂર કરી શકાય છે.