સાન ફ્રાંસિસ્કો- 

ટિ્‌વટરે વિદાયમાન રીપબ્લીકન પક્ષના અમેરીકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ખાતાને કાયમી ધોરણે બંધ કરી દીધું છે અને તેમણે પોતાના એક પ્રમુખ તરીકે પોસ્ટ કરેલા તમામ સંદેશોને પણ અમેરીકન પ્રમુખના સત્તવાર અકાઉન્ટ પરથી પણ હટાવી લીધા છે.

ટ્રમ્પે ટિ્‌વટ કર્યું હતું કે, અમને લોકોને ચૂપ કરી શકાશે નહીં, અને તેમના આ અકાઉન્ટના ૩૩૪ લાખ ફોલોઅર્સ હતા. તેનાય કલાકો પહેલાં ટિ્‌વટરે ટ્રમ્પના કેમ્પેઈન દરમિયાન વપરાતા રહેલા અકાઉન્ટને પણ બંધ કરી દીધું હતું.

કંપનીએ કહ્યું હતું કે, ટ્રમ્પ પોતાના પ્રતિબંધિત અકાઉન્ટ છતાં કોઈ અકાઉન્ટ પરથી પ્રચારનો પ્રયાસ કરશે તો કંપનીની પ્રતિબંધમાંથી છટકવાની નીતિ અંતર્ગત તેને જાેવામાં આવશે. ટ્રમ્પે પોતાના ડિલિટ કરી દેવાયેલા ટિ્‌વટ પૈકીના એકમાં કહ્યું હતું કે, ટિ્‌વટર પણ વાણી સ્વાતંત્ર્ય આપતું નથી. તેમણે કહ્યું હતું કે, તેઓ પોતાનું સ્વતંત્ર સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ બનાવવા વિચારે છે. ડેમોક્રેટ્‌સ અને કટ્ટર ડાબેરીઓ સાથે ભળી જઈને ટિ્‌વટર પણ હવે વાણી સ્વાતંત્ર્યને દબાવી રહ્યું હોવાનો ટ્રમ્પે આરોપ મૂક્યો હતો અને ત્યારબાદ કંપનીએ એટધરેટટીમટ્રમ્પ અકાઉન્ટ પણ બંધ કરી દીધું હતું. પાર્લર પર આ પ્રકારના અકાઉન્ટના ૨૩ લાખ ફોલોઅર્સ જાેવા મળ્યા હતા. ગૂગલે પણ હિંસા ભડકાવતા મનાતા નિવેદનોને નોંધતાં ખાતું બંધ કરી દીધું હતું. ટ્રમ્પે પોતાની હાર પાછળ મતગણતરીના કથિત ગોટાળા અને ચૂંટણી સંબંધિત અન્ય કથિત ગેરરીતિઓનો પ્રચાર કરવા માટે ટ્રમ્પે ટિ્‌વટર સહિતના અનેક સોશ્યલ મિડિયાના પ્લેટફોર્મ્સનો ઉપયોગ કર્યો હતો. ફેસબૂકે પણ જાહેરાત કરી હતી કે, કમ સે કમ ટ્રમ્પની વર્તમાન મુદત પૂરી થઈ જાય ત્યાં સુધી તેઓ તેમનું અકાઉન્ટ સસ્પેન્ડ કરી રહ્યું છે. પોતાની શુક્રવારની બ્લોગપોસ્ટમાં ટિ્‌વટરે કહ્યું હતું કે, ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલી બે પોસ્ટ કંપનીની હિંસા ભડકતી અટકાવવા બાબતની નીતિની વિરુદ્ધ હતી.