ભરૂચ, તા.૭

ભરૂચ જિલ્લો ઔધોગિક જિલ્લો કહેવાય છે જ્યાં દેશ અને દુનિયાભરથી લોકો રોજગારી અર્થે આવે છે અને પોતાના પરિવાર સાથે રહી ઉજ્જવળ ભવિષ્યની ભાવનાઓ સેવે છે. ત્યારે ભરૂચમાં એક એવો કિસ્સો જાહેર થયો છે જેમાં હવે પોતાના બાળકોના ભવિષ્ય માટે વાલીઓને માથે ચિંતાના વાદળો છવાયેલા જાેવા મળે છે. જંબુસર તાલુકાનાં કાવી પોલીસ સ્ટેશન વિસ્તારના કાવલી ગામે આવેલ એક આંબાવાડીના ફાર્મ પર ચાર યુવાનો બે યુવતીઓને લઇ જઈ નશાકારક પ્રદાર્થના ઇન્જેકસન આપી બળાત્કાર ગુજાર્યોે હોવાની કાવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. નશાકારક ડ્રગના ઇન્જેકસનનો ડોઝ એક યુવાન એક યુવતીને ડાબા હાથે આપતો હોવાનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં ઇન્જેક્શન લેતી યુવતી અને યુવકનો વીડીયો વાયરલ થતા સમગ્ર ઘટનાનો પર્દાફાસ્ટ થયો છે. ૧૮ અને ૨૦ વર્ષની બે સગી બહેનો સાથે મિત્રતા કેળવી યુવતીઓ સાથે બળાત્કાર કરી યુવતીઓની જિંદગી બરબાદ કરતા નરાધમોની વિરુદ્ધ ફરિયાદ બાદ પોલીસે બે યુવાનોને ઝડપી લીધા હતા. જેમાં સમગ્ર ઘટનામાં કાવી પોલીસે ભડકોદ્રા ગામના યાસીન ખાલીદ ચોક તેમજ નઇમ ઇસ્માઇલ મુસા પટેલની ધરપકડ કરવામાં આવી છે જ્યારે વિડિઓ વાયરલ કરના ઈસમ તેમજ અનસ નામના ફરાર આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. સમગ્ર ઘટનામા ઇ.પી.કો.કલમ-૩૭૬(૨),(જે), ૩૨૮, ૧૧૪ તથા આઇ.ટી.એકટ કલમ ૬૭ મુજબના ની કલમો હેઠણ ગુનો નોંધી વધુ તપાસ ૈેષ્ઠટ્ઠુ શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એસ. આર ગાવીત કરી રહ્યા છે