અમદાવાદ-
અમદાવાદ શહેરના વસ્ત્રાલ નજીક આવેલા કબીર મંદિર પાસે આજે ભરવાડ અને દરબાર વચ્ચે સામાન્ય બાબતમાં બન્ને જૂથના ટોળા રસ્તા પર આવી ગયા હતા. આ સમગ્ર બનાવમાં બન્ને પક્ષે ૧૧ લોકોને ઇજા થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, વસ્ત્રાલ ગામ પાસે આવેલા કબીર મંદિર પાસે બપોરના ૧૨.૩૦ વાગ્યા અરસામાં બાઇક પર પસાર થતા યુવકે રસ્તા પર ગાય આવી જતા તેને ગાય ખસેડવા માટે જણાવ્યુ હતું. આ બનાવ બાદ બન્ને પક્ષે ઉગ્ર બોલાચાલી થતાં ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ બનાવ ગંભીર બનતા લોકો એકબીજા પર પથ્થરમારો કર્યો હતો, જેમાં ૧૧ લોકોને ઇજા થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ બન્ને પક્ષની ફરિયાદના આધારે પોલીસે રાયોટિગનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
Loading ...