લો બોલો, જાપાનના હોક્કાઇડોમાં બે આઇકોનિક યુબારી તરબૂચની હરાજી લગભગ 25,000 ડોલરમાં થઈ
25, મે 2021 495   |  

જાપાન

જાપાનના હોક્કાઇડો આઇલેન્ડ પર સીઝનની શરૂઆતના પ્રસંગે પરંપરાગત હરાજીમાં બે આઇકોનિક યુબારી તરબૂચની હરાજી ૨.૭ મિલિયન યેન (આશરે ૨૫,૦૦૦ ડોલર) માં કરવામાં આવી હતી. હરાજીના આયોજકોએ જણાવ્યું હતું કે ગયા વર્ષના ભાવ કરતા આ ૨૨ ગણા વધારે છે. ગયા વર્ષે એક તરબૂચ ૧૨૦,૦૦૦ યેનમાં વેચાયો હતો. જાપાનમાં આ તરબૂચને સ્ટેટસ સિમ્બોલ માનવામાં આવે છે. યુબારી તરબૂચ તેમના સમાન કદ, નારંગી રંગ, ઉચ્ચ ગુણવત્તા અને મધુર સ્વાદ માટે પ્રખ્યાત છે. સોમવારે હોકાઇડોના યુબારી શહેરના કુલ ૪૬૬ તરબૂચને બજારમાં હરાજી માટે મૂકવામાં આવ્યા હતા. યુબારી તરબૂચને મોસમી વાનગીઓ તરીકે ઓળખવામાં આવે છે. સપ્પોરો જથ્થાબંધ બજારમાં ફળની પ્રથમ હરાજી હોકાઇડોમાં ઉનાળાના આગમનને સૂચવે છે.


સપ્પોરોમાં બેબી ફુડ ઉત્પાદક હોકાઇડો પ્રોડક્ટ્‌સ લિમિટેડ દ્વારા તરબૂચને ૨.૭ મિલિયન યેનમાં ખરીદ્યો હતો. કંપની તરબૂચને ઝડપથી ફ્રીજ કરશે અને બાળકો સાથે કુલ ૧૦ પરિવારોને ભેટો તરીકે મોકલશે. જે લોટરી દ્વારા પસંદ કરવામાં આવશે.

હોકાઈડો પ્રોડક્ટ્‌સના પ્રમુખ ઈઓરી કેજ કેજે જણાવ્યું હતું કે અમે રોગચાળાના આ મુશ્કેલ સમયમાં યુબારી તરબૂચવાળા લોકોને ખુશ કરવા માગીએ છીએ. યુબારીની કૃષિ સહકારી મંડળી અનુસાર આ વર્ષની યુબારી તરબૂચની લણણી રવિવારથી શરૂ થઈ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે વસંત ઋતુના પ્રારંભમાં હવામાન અસ્થિર હતું પરંતુ ઉત્પાદકોના પ્રયત્નોએ રંગ બતાવતાં તરબૂચની ગુણવત્તા સારી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution