માંડવી, માંડવી પોલીસ દ્વારા ઉમરસાડી ચાર રસ્તા ખાતેથી ગેરકાયદેસર ૧૦૦ લીટર દેશી દારૂ વહન કરતી બાઇક ઝડપાય. બાઇક પર સવાર બંને ઇસમોને પોલીસ દ્વારા દબોચી તેઓ વિરુદ્ધ ગુનો નોંધાયો. પોલીસ સૂત્રો પાસે પ્રાપ્ત માહિતી અનુસાર માંડવી પોલીસ સ્ટેશનનાં કર્મીઓ મુકુંદભાઈ ચાલકે, કમલેશભાઈ માલી અને અનંદભાઈ ચૌધરી પેટ્રોલિંગમાં હતા ત્યારે તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક હોન્ડા ડ્યૂ બાઇક (નં. જી.જે.૧૯.બી.બી.૬૦૨૭) પર બે ઈસમો દેશી દારૂ લઈ ઉમરસાડી ચાર રસ્તાથી પસાર થઈ હરિપુરા ખાતે જનાર છે. મળેલ બાતમી મુજબ વોચ ગોઠવતા બાતમી મુજબનું વાહન આવતા તેને ઉભું રાખી તપાસ કરતા બાઇકની ડીકીમાં તેમજ આગળનાં ભાગે વિમાલનાં મોટા થેલા તથા સ્કૂલ બેગમાં દારૂની પોટલીઓ મૂકી હતી. જેની ગણતરી કરતા કુલ ૧૦૦ લીટર થઈ રૂ. ૨૦૦૦ નો દેશી દારૂ મળી આવ્યો હતો. બંને આરોપીઓને નામ પૂછતા પોતાનું નામ ધર્મેશભાઈ સુરેશભાઈ ચૌધરી અને વિજયભાઈ મસાભાઈ ચૌધરી (બંને રહે. વિસડાલિયા) જણાવ્યું હતું.