માંડવી, માંડવીનાં કરંજ ગામની સીમમાંથી એક બાઇક ચાલક સાહિલ ફિરોઝ ફકીર (ઉં.વ. ૧૯, રહે. ડુંગળી તળાવ ફળિયું, વાલિયા) મોટર સાયકલ (નં. જી.જે.૧૬.સી.એલ.૧૮૬૬) લઈ પસાર થતો હતો તે વેળાએ એક ટ્રક ચાલક (નં. જી.જે.૩૭.ટી.૧૯૦૦) દ્વારા પોતાનું વાહન ગફલતભરી રીતે હંકારી સાહિલને અડફેટે લીધો હતો અને ત્યારબાદ તેની ટ્રક માર્ગની બાજુમાં આવેલ ખાડામાં ખાબકી જતા ટ્રકનાં ચાલકનું જ મૃત્યુ થયું હતું. તેમજ સાહિલને ઈજાઓ થતા સારવાર અર્થે તડકેશ્વર શિફા હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો પરંતુ ત્યાં ફરજ પરનાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.