ખીરુ ખાધા બાદ બે નાનકડી બાળકીનાં મોત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
06, એપ્રીલ 2026  |   1881

શહેરના ચાંદખેડા વિસ્તારમાં હૃદય કંપાવી મૂકે તેવી ઘટના સામે આવી છે. બે દિવસ પહેલા એક પરિવારે બજારમાંથી ઢોસા બનાવવા માટેનું ખીરું મંગાવ્યું હતું. ઢોસા બનાવીને ખાધા બાદ પરિવારના સભ્યોની તબિયત અચાનક બગડી ગઈ હતી. આ ઘટનામાં માત્ર ૩ મહિના અને ૪ વર્ષની બે માસૂમ બાળકીના મોત નિપજ્યા છે. જ્યારે માતા-પિતા હાલ ખાનગી હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા છે. આ સમગ્ર ઘટનામાં તંત્રની નિષ્ક્રિયતા પણ સામે આવી રહી છે. ફૂડ કોર્પોરેશન વિભાગ અને સ્થાનિક આરોગ્ય તંત્ર ચૂંટણીના કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાનું કહેવાઈ રહ્યું છે, અને અસરગ્રસ્ત પરિવારની યોગ્ય રીતે સંભાળ લેવામાં આવી નથી. બે નાની દીકરીઓના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ચાંદખેડા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને ખીરાની ક્વોલિટી તેમજ કારણો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જાેકે જ્યાંથી ખીરુ ખરીદવામાં આવ્યું હતું તેના માલિકે આ આરોપોનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો અને કહ્યું હતું કે આ મામલે દુકાનદાર દોષિત નથી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution