વડોદરા,તા.૨૨

શહેર પીસીબીને મળેલ બાતમીનાં આધારે પોલીસે શહેરનાં સરસીયા તળાવ પાસે ગોસાઇ મોહલ્લા પાસે વોચ રાખી બ્રિઝાકારમાંથી ૧૨૦ વિદેશી દારૂની બોટલો સાથે બે યુવકોને ઝડપી પાડયા હતા. પીસીબીને બાતમી મળી હતી કે વારસિયા ગોસાઇ મોહલ્લામાં રહેતો રાહુલ ઓડ સફેદ કલરની બ્રિઝાકાર નંબર જીજે ૦૬ પી.એસ.૬૭૧૧ માં વિદેશી દારૂનો જથ્થો ભરી તેના ઘર તરફ લાલ અખાડા થઇ સરસીયા તળાવ પાસે આવેલ ગોસાઇ મોહલ્લા થી પસાર થવાનો છે. પીસીબી પોલીસે ગોસાઇ મોહલ્લા પાસે વોચ ગોઠવી હતી ત્યારે માહીતી મુજબની બ્રિઝાકાર ને રોકી તપાસ કરતા કારમાંથી વિદેશી દારૂની ૧૨૦ બોટલો મળી આવી હતી. જેની કિમંત ૭૦,૦૦૦ થાય છે. પોલીસે વિદેશી દારૂ સાથે બે યુવકોની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી. બન્ને આરોપીઓ રાહુલ વિનોદભાઇ ઓડ રહેવાસી ગોસાઇ મોહલ્લો. અને બીજાે આરોપી સંજય ડાહ્યાભાઇ રાણા રહેવાસી નવીધરતી ગોલવાડ કારેલીબાગ ની ધરપકડ કરી હતી જયારે ત્રીજાે આરોપી કેતન રાણા રહેવાસી આશા પુરીનગર વૈકઠ પાછળ વાધોડિયા રોડ ને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે બ્રિઝા કાર કિમંત પાંચ લાખ, મોબાઇલ ફોનં નંગ૨ કિમંત ૨૫૦૦ અને વિદેશી દારૂની ૧૨૦ બોટલ કિમંત રૂપિયા ૭૦,૦૦૦ મળીને કુલ ૫,૬૨,૫૦૦ નો મદ્દામાલ કબ્જે કર્યો છે.