11, સપ્ટેમ્બર 2025
દોહા |
2970 |
ઇઝરાયલ વિરુદ્ધ બે ઈસ્લામિક દેશ એકજૂટ, કતારે હજુ ઇઝરાયલને માન્યતા આપી નથી
ઇઝરાયલ દ્વારા કતાર પર કરાયેલા હવાઈ હુમલાના પગલે, યુએઈના રાષ્ટ્રપતિ શેખ મુહમ્મદ બિન જાયદ અલ નાહ્યાન જૂના મતભેદોને ભૂલીને બુધવારે દોહા પહોંચ્યા હતા. જ્યાં તેમણે કતારના શાસક શેખ તમીમ બિન હમદ અલ થાની સાથે મુલાકાત કરી.
નાહ્યાન અગાઉ પણ ઇઝરાયલની પ્રવૃત્તિઓ અંગે અસહજતા વ્યક્ત કરી ચૂક્યા છે અને તેમણે વેસ્ટ બેન્કને વિભાજિત કરવાની ઇઝરાયલની યોજનાનો વિરોધ પણ કર્યો છે. જોકે, કતારે હજી સુધી ઇઝરાયલને માન્યતા આપી નથી, જેથી બંને દેશો વચ્ચે કોઈ સત્તાવાર સંબંધો હજુ અસ્તિત્વમાં નથી.
ઇઝરાયલના આ હુમલાને કારણે, કતાર હવે ઇઝરાયલને કેવી રીતે જવાબ આપવો તે અંગે વિચારણા કરી રહ્યું છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ માટે મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહેલા કતાર પર થયેલા આ હુમલાથી સમગ્ર વિશ્વમાં પણ આશ્ચર્ય સર્જાયું છે.