ઉના અને નવાબંદર મરીન પોલીસે ૪૯ લાખના દારૂનો નાશ કર્યો

ઉના અને નવાબંદર મરીન પોલીસે છેલ્લા એક વર્ષમાં ઝડપી પાડેલ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી ત્યાંના અધિકારીની હાજરીમાં કરવામાં આવી હતી. ઉના ગીરગઢડા રોડ પર આવેલ ફેક્ટરી ગ્રાઉન્ડમાં દારૂના જથ્થા પર રોલર મશીન ફેરવી તમામ દારૂની બોટલોનો નાશ કરવામાં આવી હતી. ઉના પોલીસ દ્વારા ૩૦૦૩૭ બોટલ નંગ દારૂ પકડવામાં આવ્યો હતો. જેની કિંમત રૂ. ૪૪ લાખ ૩૫ હજાર ૧૧૬ હતી. જ્યારે નવાબંદર મરીન પોલીસે છેલ્લા એક વર્ષમાં ૪૭૭૧ બોટલ નંગ દારૂ ઝડપી પાડ્યો હતો. જેની કિંમત રૂ. ૪ લાખ ૬૭ હજાર ૨૦ છે. કુલ મળીને ૪૯ લાખ ૨ હજાર ૧૩૬ ના દારૂના જથ્થા પર રોલર મશીન ફેરવવામાં આવ્યું હતું. આ દારૂના જથ્થાને નાશ કરવામાં આવ્યો હતો.

નારી ચોકડી પાસેથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે બેને પોલીસે દબોચી લીધાં

ભાવનગર ભાવનગરના વરતેજ પોલીસ સ્ટેશનના સ્ટાફે ગત રાત્રીના રોજ પેટ્રોલીંગ દરમિયાન નારી ચોકડી પાસેથી રાજસ્થાનથી ટ્રકમાં ચોખાની બોરીઓની આડમાં લઈ જવાતો પરપ્રાંતિય ઈંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. ચોક્કસ બાતમીના આધારે આ દારૂની ખેપ લઈને આવી રહેલા ખેપીયાને તથા ડિલિવરી લેવા આવેલા બુટલેગરને પોલીસે ઝડપી લીધા હતા અને સાત બુટલેગરો વિરુદ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વરતેજ પોલીસ સ્ટેશનનો ડી-સ્ટાફ નારી ચોકડી પાસે પેટ્રોલીંગમા હોય એ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, ધોલેરા તરફથી આવી રહેલા એક ટ્રકમાં પરપ્રાંતિય દારૂનો મોટો જથ્થો લાવવામાં આવી રહ્યો છે જે હકીકત આધારે ટીમ વોચમા હતી. ત્યારે બાતમીદારોએ કહેલ તે ટ્રક પસાર થતાં તેને અટકાવતા ડ્રાઈવર સીટની બાજુમાં બેસેલ શખ્સ નીચે ઉતરી ફરાર થઈ ગયો હતો. જાેકે, ડ્રાઈવર સહિત બે શખ્સો કેબીનમાંથી મળી આવ્યાં હતા. ચાલક તથા અન્ય શખ્સની પ્રાથમિક પુછપરછ સાથે ટ્રકની તલાશી લેતાં ટ્રકમાં ચોખાની બોરીઓની આડમાં પરપ્રાંતિય દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ દારૂના જથ્થા અંગે ડ્રાઈવર તથા સાથે રહેલ શખ્સ પાસે દસ્તાવેજ-પરમિટ માંગતા બંને શખ્સો યોગ્ય ખુલાસો ન કરી શકતા બંને શખ્સોને ટ્રક, ચોખા દારૂ સહિતના મુદ્દામાલ સાથે પોલીસ મથકે લાવી પુછતાછ હાથ ધરતા ઝડપાયેલ શખ્સોએ પોતાના નામ-સરનામાં સાથે આ શરાબનો જથ્થો મંગાવનાર બુટલેગરો સહિતની કબૂલાત આપી હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution