
ઇસ્લામાબાદ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ફરી ભયાનક ઘર્ષણ શરૂ થયું છે. પાકિસ્તાની સેનાએ હવાઈ હુમલા કર્યા બાદ વળતો જવાબ આપી અફઘાન સુરક્ષા દળોએ પૂર્વ દિશામાં આવેલા રાજ્યોમાં હુમલા શરૂ કર્યા હતા. અફઘાનિસ્તાનની સેનાના ખાલિદ બિન વલીદ કૉર્પ્સના પ્રવક્તાએ આ અંગે માહિતી આપી હતી. અફઘાન સરકારે દાવો કર્યો છેકે, તેણે પાકિસ્તાનની ૧૯ સરહદી પોસ્ટો પર કબજાે કરી લીધો છે, જેમાં અનેક પાકિસ્તાની સૈનિકોના મોત થયા છે અને કેટલાકની ધરપકડ કરવામાં આવી છે.
પાકિસ્તાને તાજેતરમાં જ અફઘાનિસ્તાન પર એરસ્ટ્રાઈક કરી હતી, જેના જવાબમાં અફઘાનિસ્તાન દ્વારા કાર્યવાહી કરાઈ હોવાનો ખાલિદ બિન વલીદ કૉર્પ્સના પ્રવક્તાએ દાવો કર્યો છે. તેમણે કહ્યું હતું કે, અફઘાનિસ્તાને પાકિસ્તાની સરહદ પાસે મોટાપાયે સૈન્ય અભિયાન શરૂ કરી દીધું છે. પાકિસ્તાની સેનાએ વારંવાર ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી શાંતિ કરારનું ઉલ્લંઘન કર્યું છે, જેના જવાબમાં વિવાદાસ્પદ ડુરંડ લાઈનની આસપાસ મોટાપાયે સૈન્ય કાર્યવાહી શરૂ કરાઈ છે.
અફઘાનિસ્તાની સેનાએ એક સાથે કાર્યવાહી કરીને પાકિસ્તાની સરહદી ચોકીઓને નિશાન બનાવી છે. સમગ્ર બાબતે અફઘાનિસ્તાન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, ખોસ્ત, પકતિયા અને નૂરિસ્તાન રાજ્ય સહિત અનેક વિસ્તારોમાં પાકિસ્તાન સેના વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે. હાલ બંને દેશો વચ્ચે સ્થિતિ તંગ બની છે. બીજીતરફ ઘર્ષણમાં મૃત્યુઆંકનો કે લડાઈ મામલે કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી, પરંતુ નિવેદનથી સંકેત મળ્યા છેકે, આ કોઈ નાનું ઘર્ષણ નથી, પરંતુ મોટી સૈન્ય કાર્યવાહી છે.
ઉલ્લેખનીય છેકે, આ પહેલા ૨૪ ફેબ્રુઆરીએ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ઘર્ષણ શરૂ થયું હતું, જેમાં પાકિસ્તાની તોપોએ અફઘાન પર અનેક હુમલા કર્યા હતા. સરહદ પર પાંચ જગ્યાઓએ ભારે ગોળીબાર કરાયો હોવાનો રિપોર્ટ સામે આવ્યો હતો. સેનાએ ઉરઘા બોર્ડર પાસે અફઘાનિસ્તી પોસ્ટ પર આર્ટિલરીનો ઉપયોગ કરીને તોપમારો કર્યો હતો. ત્યારબાદ ઉરાઘા બોર્ડર, જકા ખેલ, વરઘા, શાહકોટ અને લંદી કોટલ વિસ્તારોમાં ઘર્ષણ શરૂ થયું હતું. ત્યારે પાકિસ્તાને આતંકી હુમલાઓનો બદલો લેવા અફઘાનિસ્તાનમાં આતંકીઓના સાત સ્થળો પર હવાઈ હુમલો કરી ૭૦ આતંકીઓનો સફાયો કર્યો હોવાનો દાવો કર્યો હતો. પાકિસ્તાને અફઘાનિસ્તાન પર રવિવારે ફરી એક વખત એરસ્ટ્રાઈક કરી હતી.
ઘમાસાણમાં ૧૩૩ તાલિબાની લડાકુનાં મોત, ૨૦૦થી વધુ ઘાયલ : પાકિસ્તાનનો દાવો પાકિસ્તાની સૂત્રોના જણાવ્યા અનુસાર ઓપરેશન ગઝબ લિલ હક દરમિયાન ૭૨થી ૧૩૩ જેટલા તાલિબાની લડાકુઓ માર્યા ગયા છે અને ૨૦૦થી વધુ ઘાયલ થયા છે. એટલું જ નહીં ૮૦થી વધુ ટેન્ક, આર્ટિલરી અને સૈન્ય વાહનો તબાહ થયા છે. તાલિબાનની ૨૭ ચેકપોસ્ટ નષ્ટ કરવામાં આવી છે, જેમાંથી ૯ પર પાકિસ્તાની દળોએ કબજાે કર્યો હોવાનો દાવો છે.
પાકિસ્તાનનો હુમલો કાયરતાપૂર્ણ : અફઘાનિસ્તાન
તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે આ હુમલાને કાયરતાપૂર્ણ ગણાવ્યો છે અને કાબુલ-કંદહારમાં હુમલાની પુષ્ટિ કરી છે. જાેકે, તેમણે કોઈ મોટું નુકસાન ન થયું હોવાનો દાવો કર્યો છે. આ અગાઉ તાલિબાને દાવો કર્યો હતો કે, તેમણે સીમા પરના ઓપરેશન દરમિયાન ૫૫ પાકિસ્તાની સૈનિકોને મારી નાખ્યા છે અને ૧૯ સૈન્ય ચોકીઓ પર કબજાે જમાવી લીધો છે.
પાકિસ્તાનના હુમલામાં મહિલા, બાળકો સહિત સામાન્ય નાગરિકનાં મોત થયા : યુએન
સંયુક્ત રાષ્ટ્ર અને અફઘાન સૂત્રોએ અલગ જ ચિત્ર રજૂ કર્યું છે. યુએનના અહેવાલ મુજબ, પાકિસ્તાનના હવાઈ હુમલામાં આશરે ૧૩ સામાન્ય નાગરિકોના મોત નિપજ્યાં છે. જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. કાબુલ વહીવટીતંત્રે આ હુમલાઓને પોતાની સાર્વભૌમત્વનંે ઉલ્લંઘન ગણાવીને યોગ્ય સમયે જવાબ આપવાની ચેતવણી આપી છે.
પાક. અને અફઘાન જાની દુશ્મન કેમ બન્યા?
૨૦૨૧માં કાબુલ પર તાલિબાનના કબજા બાદથી જ પાકિસ્તાનમાં આતંકી હુમલાઓમાં ભારે વધારો થયો છે. પાકિસ્તાનનો આરોપ છેકે, ટીટીપીના લડાયકો અફઘાનિસ્તાનમાં સુરક્ષિત આશ્રય મેળવી રહ્યા છે. જાેકે, કાબુલ હંમેશા આ આરોપોને નકારતું આવ્યું છે. તાજેતરના હુમલા પહેલા બાજાેર જિલ્લામાં થયેલા આત્મઘાતી હુમલામાં ૧૧ પાકિસ્તાની સૈનિકોના મોત થયા હતા. જેનો આરોપ પાકિસ્તાને અફઘાન મૂળના હુમલાખોર પર લગાવ્યો હતો.
પાક-અફઘાનિસ્તાન યુદ્ધમાં સાઉદીની ઍન્ટ્રી
પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યા બાદ હવે પાકિસ્તાને પોતાના રક્ષા સહયોગી સાઉદી અરબનો સંપર્ક સાધ્યો છે. પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઇશાક ડારે સાઉદીના વિદેશ મંત્રી પ્રિન્સ ફૈઝલ બિન રહમાન સાથે ફોન પર વાતચીત કરી છે. જેડ્ડામાં આયોજિત ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશનની બેઠક દરમિયાન થયેલી વાતચીતમાં પાકિસ્તાને વિસ્તારમાં વધી રહેલા તણાવને ઓછો કરવા માટે સાઉદીની મદદ માંગી છે. પાકિસ્તાન અને સાઉદી અરબ વચ્ચે થયેલા સંરક્ષણ કરાર મુજબ, એક દેશ પર હુમલો એ બીજા પર હુમલો માનવામાં આવે છે, જે પાકિસ્તાન માટે આ યુદ્ધમાં મહત્ત્વનું સાબિત થઈ શકે છે.
પાક-અફઘાનિસ્તાન યુદ્ધમાં સાઉદીની ઍન્ટ્રી
અફઘાનિસ્તાને દિન-દહાડે કરેલી એર સ્ટ્રાઇકમાં પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ પાસે આવેલા એક મિલિટરી કેમ્પ પર હુમલો કરાયો હતો. સાથે જ ખૈબર પખ્તુનખ્વાના નૌશેરામાં એક સૈન્ય બેરેક અને જમરુદમાં એક લશ્કરી સ્થળને નિશાન બનાવવામાં આવ્યું હતું. જેમાં ઇસ્લામાબાદ, નૌશેરા, જમરૂદ અને એબટાબાદનો સમાવેશ થાય છે.
પાકિસ્તાન-તાલિબાન વિવાદનું કારણ
પાકિસ્તાન લાંબા સમયથી ટીટીપીના આતંકીઓ સરહદ પાર કરી હુમલા કરી રહ્યા હોવાના આક્ષેપો કરતું રહ્યું છે. જાેકે, તાલિબાન સરકાર અને ટીટીપીએ આક્ષેપોને સતત નકારી કાઢ્યા છે. પાકિસ્તાનનું માનવું છેકે, અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને તેમની જમીનનો પાકિસ્તાનમાં આતંકવાદી પ્રવૃત્તિ ફેલાવવા માટે ઉપયોગ નહીં કરવા દેવા વારંવાર વિનંતી કરાઈ હતી. પરંતુ તેઓ આતંકીઓ સામે નોંધપાત્ર કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યા હતા.
અફઘાનિસ્તાનની સેનાના હુમલાથી અકળાયેલા પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર ફરી ઍરસ્ટ્રાઇક
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેનો તણાવ ખુબ જ વધી ગયો છે. અફઘાનિસ્તાનના તાલિબાન શાસકો દ્વારા કરાયેલા હુમલાના જવાબમાં પાકિસ્તાની વાયુસેનાએ ગત રાત્રે કાબુલ સહિત અનેક શહેરો પર એરસ્ટ્રાઈક કરી હતી. આ ઓપરેશનને પાકિસ્તાને ગઝબ લિલ હક નામ આપ્યું છે. અફઘાનિસ્તાનની તાલિબાની સરકાર દ્વારા પાકિસ્તાનની એરસ્ટ્રાઈકના જવાબરૂપે સરહદે હુમલો કરાયાની માહિતી સામે આવતા જ પાકિસ્તાનના ડિફેન્સ મિનિસ્ટર ખ્વાઝા આસિફે અફઘાનિસ્તાન તાલિબાન વિરુદ્ધ યુદ્ધનું એલાન કરી દીધું હતું.
અફઘાનિસ્તાનના હુમલા સામે પાકિસ્તાનની સેનાનું ઓપરેશન ગઝબ લિલ હક
પાકિસ્તાની વાયુસેનાએ ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬ની વહેલી સવારે અફઘાનિસ્તાન વિરુદ્ધ ઓપરેશન ગઝબ લિલ હક શરૂ કર્યું હતું. જેમાં તાલિબાન સૈન્ય ઠેકાણાઓ પર વળતો હુમલો કર્યો છે. પાકિસ્તાની દાવા મુજબ, એરસ્ટ્રાઈકમાં કાબુલમાં બે બ્રિગેડ હેડક્વાર્ટર સંપૂર્ણપણે નષ્ટ કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત કંદહારમાં કોર હેડક્વાર્ટર, દારૂગોળો ડેપો અને લોજિસ્ટિક્સ બેઝ પર પણ ભારે બોમ્બમારો કરવામાં આવ્યો છે. પક્તિયા પ્રાંતમાં પણ એક કોર હેડક્વાર્ટરને નિશાન બનાવીને તોડી પડાયું છે.
Loading ...
