દિલ્હી-
કેન્દ્રીય આયુષ મંત્રી શ્રીપજ યશો નાઈક કોરોના સંક્રમિત થયાં છે. તેમણે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. નાઈક મોદી સરકારના ત્રીજા મંત્રી છે જેઓ કોરોના સંક્રમિત થયાં છે. આ પહેલાં ગૃહમંત્રી અમિત શાહ અને પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બંન્ને હોસ્પિટસમાં એડમિટ છે.
તેમણે ટ્વીટ કરી જણાવ્યું કે, મેં આજે કોરોના ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મને કોઈ તકલીફ નથી અને તેથી મેં હોમ આઈસોલેશનમાં રહેવાનો ર્નિણય કર્યો છે. જે લોકો છેલ્લા થોડાં દિવસોથી મારા સંપર્કમાં આવ્યા છે તેમને સલાગ આપવામાં આવે છે કે તેઓ પોતે તપાસ કરાવે અને જરૂરી સાવધાની રાખે.