11, ઓગ્સ્ટ 2025
તીરૃઅનંતપુરમ |
5247 |
3 મહિનાથી પોતાના મતવિસ્તારની મુલાકાત લીધી નથી
કેરળ વિદ્યાર્થી સંઘ ના નેતા ગોકુલ ગુરુવાયરે દાવો કર્યો છે કે ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપી ઘણાં સમયથી પોતાના મતવિસ્તાર અને જિલ્લાના લોકોની પહોંચથી દૂર છે. તેમણે રવિવારે કેરળના ત્રિશૂર ઈસ્ટ પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
આ અંગે મળતાં અહેવાલો અનુસાર, કેએસયુ નેતા ગોકુલ ગુરુવાયરે આરોપ લગાવ્યો કે, ત્રિશૂર લોકસભાના સાંસદ ગોપી છેલ્લા ત્રણ મહિનાથી તેમના મતવિસ્તારની મુલાકાત લીધી નથી. તેમણે છત્તીસગઢમાં તાજેતરમાં બે કેથોલિક સાધ્વીઓની ધરપકડ અંગે એક પણ શબ્દ બોલ્યો નથી. ભલે સુરેશ ગોપી એક એવા નેતા હતા જેમણે છેલ્લી લોકસભા ચૂંટણી દરમિયાન સંપૂર્ણપણે ખ્રિસ્તી મત બેન્ક પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને સમુદાયના મતો મેળવવા માટે એક ચર્ચને સોનાનો મુગટ ભેટ આપ્યો હતો, પરંતુ જ્યારે ભાજપ શાસિત રાજ્યમાં સાધ્વીઓનું અપમાન કરવામાં આવ્યું અને ધરપકડ કરવામાં આવી ત્યારે તે ચૂપ રહ્યા.'
કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપી પર આરોપ લગાવતા ગોકુલ ગુરુવાયરે કહ્યું કે, 'અધિકારીઓએ ત્રિશુર કોર્પોરેશન હેઠળ અમલમાં મુકાયેલા એક મહત્ત્વપૂર્ણ કેન્દ્ર સરકારના પ્રોજેક્ટના ઉદ્ઘાટન માટે સુરેશ ગોપીનો સંપર્ક કર્યો, ત્યારે તે પહોંચી શક્યા નહીં.
કેરળ વિદ્યાર્થી સંઘ KSU ના નેતા ગોકુલ ગુરુવાયરે પોલીસને પોસ્ટ દ્વારા કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપીના ગુમ થયાની ફરિયાદ મોકલી છે.ઉપરાંત તે ગુમ થયેલા કેન્દ્રીય મંત્રીને શોધવાની માંગ સાથે સોમવારથી જિલ્લામાં પોસ્ટર ઝુંબેશ પણ શરૂ કરશે.