ગાંધીનગર-

રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના કુલ 89 તાલુકામાં આજે વરસાદ વરસ્યો છે. સવારથી જ ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની જમાવટ થઇ રહી છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠા અને સાબરકાંઠામાં નોંધાયો છે. જેમાં દાંતા, વડગામ, પાલનપુર, વિજયનગરમાં 3 ઈંચથી વધારે વરસાદ ખાબક્યો છે.

ઉત્તર ગુજરાતમાં ખેડબ્રહ્મા, ડીસા, સતલાસણામાં પણ 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. તો સુરતના ઉમરપાડામાં છેલ્લા બે કલાકમાં 3 ઈંચ વરસાદ વરસ્યો છે. મોરબીના હળવદ, સુરેન્દ્રનગરના દસાડામાં પોણા 3 ઈંચ વરસાદ પડ્યો છે. રાજ્યના 20 તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. ઉપરવાસમાં વરસાદ થતા જળાશયોમાં પાણીની આવક થઇ છે. જેમાં સાબરકાંઠાના હાથમતી જળાશયમાં 150 કયુસેક પાણીની આવક, જવાનપુરા બેરેજમાં 225 કયુસેક પાણીની આવક, હરણાવ જળાશયમાં 600 કયુસેક પાણીની આવક થઇ છે. તો પાટણ જિલ્લાના સિધ્ધપુરમાં 3 ઈંચ, સરસ્વતીમાં 2 ઈંચ, પાટણમાં 2 ઈંચ, હારીજ અને સાંતલપુરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે.મહેસાણાના સતલાસણામાં 2 ઈંચસ ઊંઝામાં 1 ઈંચ, કડીમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે.