વોશીંગ્ટન-

અમેરીકામાં રાષ્ટ્રપતિ પદની ચુંટણીને લઇને રાજકારણ ગરમાયું છે. ડેમોક્રેટીક પાર્ટી તરફથી નેતાઓ દ્વારા ટ્રમ્પ ઉપર જુબાની હુમલાઓ થઇ રહયા છે. ટ્રમ્પ પણ હુમલાથી પોતાનો બચાવ કરી રહયા છે. ટ્રમ્પે જણાવેલ કે મને પુર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને પુર્વ ઉપરાષ્ટ્રપતિ બીડનના કારણે રાજકારણમાં આવવું પડયું. જો પોતાના કાર્યકાળમાં આ નેતાઓએ સારૂ કામ કર્યુ હોત તો આજે હું અહીં ન હોત પણ પહેલાની જીંદગી અને કામકાજની મજા લેતો હોત. પોતાના ભાષણમાં ટ્રમ્પે અમેરીકામાં રહેતા ભારતીય મુળના નાગરીકો અને ભારતીયોને લઇને જણાવેલ કે ભારત હંમેશા અમેરીકાના ભરોસાપાત્ર મિત્ર રહેશે. 

ડેમોક્રેટીક પાર્ટીએ કમલા હેરીસને પોતાના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કર્યા છે. આ સાથે હેરીસઅમેરીકી ઇતિહાસમાં કોઇ મોટી પાર્ટી તરફથી ઉપરાષ્ટ્રપતિ પદ માટે નોમીનેટ થનાર પહેલી અશ્વેત મહિલા અને ભારતીય મુળની પહેલી એશીયાઇ અમેરીકી મહિલા બન્યા છે. 

હેરીસે પાર્ટીને જણાવેલ કે હું ઉપરાષ્ટ્રપતિ પદના નામાંકનનો સ્વીકાર કરૂ છું. પોતાનું નામ જાહેર થયા બાદ સૌ પ્રથમ તેમણે પોતાની માતા શ્યામલાને યાદ કરી ભાવુક બનેલ. હેરીસે કહેલ કે મારી માતાએ કયારેય વિચાર્યુ પણ નહી હોય કે તેમની દીકરી ઉપરાષ્ટ્રપતિ પદની ઉમેદવાર બનશે. મારી માતાએ મને લોકોની સેવા કરવાનું શીખડાવેલ. મારી માતા આ તકે હાજર હોત. હેરીસની માતા શ્યામલતા ર૦૦૯માં નિધન થયેલ. 

ટ્રમ્પે તબાહી કરતા બીડન પાસેથી આશાઃ હીલેરી કલીટન અમેરીકાના પુર્વ વિદેશ મંત્રી હિલેરી કલીટને જણાવેલ કે ટ્રમ્પ દેશને આગળ લઇ જઇ શકતા હતા પણ તેમણે દેશને તબાહીની કગારે પહોંચાડયું છે. બીડેન પાસેથી જ આશા છે. તેમણે આશંકા વ્યકત કરતા જણાવેલ કે બીડન અને હેરીસ લગભગ ૩૦ લાખથી વધુ મતો મેળવીને પણ હારી શકે છે, આપણે વધુમાં વધુ મત જોઇએ. 

બધાને સાથે લઇને ચાલનાર જોઇએઃ કમલા હેરીસ ભારતીય મુળના અમેરીકી ઉપરાષ્ટ્રપતિ પદના ડેમોક્રેટીક ઉમેદવાર કમલા હેરીસે પોતાના સંબોધન પહેલા તે અશ્વેત મહિલાઓને શ્રધ્ધાંજલી અર્પી હતી જે અમેરીકી ઇતિહાસમાં તેમના પહેલા આવેલ અને દેશ માટે લડવાનું પ્રણ લીધેલ. 

હેરીસે જણાવેલ કે આપણે એવા રાષ્ટ્રપતિ ચૂંટવાના છે જે કંઇક સારૂ અને મહત્વપુર્ણ કામ કરી શકે. એવા કે જે શ્વેત-અશ્વેત, લેટીની, એશીયાઇ, સ્વદેશી બધાને સાથે લાવે. અમે એવા ભવિષ્ય માટે કામ કરીશું જેવું આપણે ઇચ્છીએ છીએ જે માટે બીડન સૌથી ખરા ઉમેદવાર છે. 

ટ્રમ્પના કારણે અમેરીકાનું લોકતંત્ર ખતરામાં: ઓબામા ડેમોક્રેટીક પાર્ટીમાંથી બે વાર રાષ્ટ્રપતિ બનનાર બરાક ઓબામાએ જણાવેલ કે આજે ટ્રમ્પના કારણે અમેરીકી લોકતંત્ર ખતરામાં છે. ઓબામાએ વધુમાં જણાવેલ કે કોરોનાને ગંભીરતાથી ન લેતા અમેરીકામાં ૧.૭પ લાખ લોકોના મોત થયેલ અને લાખો લોકો બેરોજગાર થયેલ. તેમણે બીડનના ખુબ વખાણ કરેલ.