કાબુલ-

વાઈટ હાઉસની પ્રેસ કોન્ફરન્સમાં ત્યાના પ્રવક્તાને પૂછવામાં આવ્યું હતું કે અફઘાનિસ્તાનમાં સ્થિતિ ખૂબ જ ખરાબ હોવા છતાં ત્યાં અમેરિકાના કોઈ રાજદ્વારી શા માટે જતા નથી. આ પ્રશ્નનો કોઈ જ જવાબ આપવામાં આવ્યો ન હતો. બાઈડને કાબુલથી લોકોને એરલિફ્ટ કરવાના અભિયાનને ખૂબ જ પડકારજનક ગણાવ્યું હતું. અહેવાલ પ્રમાણે અમેરિકાના સહયોગી અને નાટો દેશના દબાણ કરી રહ્યા છે કે અમેરિકાના સૈનિક ૩૧ ઓગસ્ટ બાદ કેટલાક વધુ દિવસ સુધી કાબુલમાં રહેશે, જેથી તેઓ પોતાના નાગરિકો અને સહાયક અફઘાનોને પરત લાવી શકે. બીજી બાજુ, તાલિબાન ધમકી આપી રહ્યું છે કે જાે અમેરિકાના સૈનિક ૩૧ ઓગસ્ટ બાદ પણ કાબુલમાંથી નહીં નિકળે તો માઠી પરિણામ આવી શકે છે.

આ મુશ્કેલીમાંથી બહાર આવવા માટે બર્ન્સને કાબુલ મોકલવામાં આવ્યા હતા. મુલ્લા બરાદર અને બર્ન્સ એકબીજા માટે નવા નથી. હકીકતમાં ૧૧ વર્ષ અગાઉ જ્યારે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી  બરાદરને પોતાના વિસ્તારમાં ધરપકડ કરી અમેરિકાને સોંપી દીધો હતો. ત્યારે બર્ન્સ પણ આ મિશનનો ભાગ હતા. બરાદરને આઠ વર્ષ સુધી કેદ રાખવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૧૮માં તેને મુક્ત કરવામાં આવ્યો હતો. કતાર અને દોહામાં અમેરિકા સાથે વાતચીત બાદ બરાદર તથા બર્ન્સ બન્નેનો સમાવેશ થતો હતો. બરાદર સોવિયત સેના સામે પણ લડી ચુક્યો છે. બર્ન્સ રશિયામાં અમેરિકાના રાજદૂત રહી ચુક્યા છે. એપ્રિલમાં પણ તેઓ એક ગુપ્ત મુલાકાત પર કાબુલ પહોંચ્યા હતા અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડને રવિવારે કહ્યું હતું કે તેમના સૈનિકો ૩૧ ઓગસ્ટ બાદ પણ કાબુલમાં રોકાઈ શકે છે. તાલિબાને અમેરિકાને તેના માઠા પરિણામો ભોગવવાની ધમકી આપી હતી. આ સ્થિતિમાં અમેરિકાની ગુપ્તચર એજન્સી ઝ્રૈંછના વડા વિલિયમ બર્ન્સ સોમવારે એક ગુપ્ત અભિયાન હેઠળ અચાનક કાબુલ પહોંચ્યા છે અને અહીં તેઓ તાલિબાનના મુખ્ય નેતા મુલ્લા અબ્દુલ ગની બરાદર સાથે મુલાકાત કરી છે. આ બેઠક અંગેનો ખુલાસો અમેરિકના 'વોશિંગ્ટન પોસ્ટ' અખબાર દ્વારા કરવામાં આવ્યો છે. જાેકે, અમેરિકાના વિદેશ મંત્રાલય કે વ્હાઈટ હાઉસે આ અંગે કોઈ પણ ટિપ્પણી કરવાનો ઈન્કાર કરી દીધો છે.

અહેવાલ પ્રમાણે બર્ન્સ સોમવારે સવારે ઓચિંતા જ કાબુલ પહોંચ્યા હતા અને ત્યાં તાબિલાની નેતા બરાદર સાથે મુલાકાત કરી હતી. કાબુલ પર તાલિબાનના કબજા બાદ કોઈ ટોચના અમેરિકી રાજદ્વારીની આતંકવાદી સંગઠનના ટોચના નેતા સાથે આ પ્રથમ વખત મુલાકાત છે. અમેરિકાના અધિકારીઓએ નામ નહીં આપવાની શરતે આ મુલાકાતની પુષ્ટિ કરી છે. અધિકારીઓના મતે આ ખૂબ જ સંવેદનશીલ બાબત છે. બર્ન્સ અમેરિકાની ગુપ્તચર અને સૈન્ય બાબતના ટોચના તથા સિનિયર એક્સપર્ટ હોવા ઉપરાંત તેઓ ઉત્તમ રાજદ્વારી પણ છે.