મુંબઇ-

અમેરિકાની શેલ લો ફર્મ અને રોઝેન લો ફર્મે ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક એચડીએફસી બેંક સામે આક્ષેપ કર્યો છે કે તેણે રોકાણકારોને ખોટી માહિતી આપી છે. હવે આ બંને લો ફર્મ્સ રોકાણકારો તરફથી એચડીએફસી બેંક વિરુદ્ધ સિક્્યુરિટી ક્લાસ એક્શન ફાઈલ કરવા અંગે વિચારી રહી છે.

આ બંને અમેરિકન લો ફમ્ર્સે એચડીએફસી બેંક પર રોકાણકારોને મહત્વપૂર્ણ માહિતી ન આપી હોવાનો આરોપ મુક્્યો છે. ફર્મ્સના કહેવા મુજબ બેન્કે વ્હીકલ લોનની તપાસ, આરબીઆઇને લોન આપ્યાની જાણકારી આપવામાં મોડું કર્યું તેમજ ઓછા નેટ પ્રોફિટ અંગે રોકાણકારોને માહિતગાર કર્યા ન હતા. લો ફમ્ર્સે આ ત્રણેય જાણકારી ઉપર સવાલ ઉભા કર્યા છે.

એક રિપોર્ટ મુજબ, આ મામલે એચડીએફસી બેન્કનું કહેવું છે કે તેને આ બાબતની કોઈ જાણકારી નથી. બેન્કે જણાવ્યું કે, અમને પણ આ અંગે મીડિયા રિપોર્ટથી જ માહિતી મળી છે. અમે આ બાબતની તપાસ કરીશું અને યોગ્ય જવાબ આપીશું. પ્રાથમિક સ્તરે, આ તુચ્છ લાગે છે કારણ કે અમે તમામ પ્રકારની માહિતીમાં સંપૂર્ણ પારદર્શિતા રાખી રહ્યા છીએ.