અમદાવાદ-

ધર્મપરિવર્તન કેસમાં એક આરોપીની ગુજરાત ATSએ આજે ધરપકડ કરી લીધી છે. સલાઉદ્દીન નામના શખ્સ સામે ઉત્તરપ્રદેશમાં ગુનો દાખલ થયો હતો. આ શખ્સ ધર્મપરિવર્તન અંગે ફન્ડિંગનું કામ કરતો હોવાનો આરોપ લાગ્યા બાદ મામલો ગુજરાત ATSનાં રડાર પણ આવ્યો હતો અને તેની અમદાવાદમાંથી ધરપકડ કરી લેવામાં આવી. અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આરોપીને રજૂ કરવામાં આવ્યો હતો.

આ વચ્ચે ઉત્તરપ્રદેશ ધર્મ પરિવર્તન કાંડનું ગુજરાત કનેક્શન બહાર આવ્યું છે કે જેમાં વડોદરાના સલાઉદ્દીન અન્સારીની ઉત્તરપ્રદેશ ATS દ્વારા વડોદરા-અમદાવાદ હાઇવે પરથી અટકાયત કરી લેવામાં આવી છે. ધર્મ પરિવર્તન ગેંગના મુખ્ય સાગરીત ગૌતમને ફન્ડિંગની વ્યવસ્થા તેણે કરી આપી હતી. સલાઉદ્દીન અન્સારી ઉપરાંત અન્ય બે વ્યક્તિ શંકાના દાયરામાં હતા અને ઉત્તરપ્રદેશ ATS ની ટિમ 1 સપ્તાહથી વડોદરા તથા તેના આસપાસનાં વિસ્તારોમાં તપાસ પણ કરી રહી હતી. આજે કોર્ટમાં રજુ કર્યા બાદ આરોપી સલાઉદ્દીન 3 તારીખ સુધી ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ પર રહેશે અને ઉત્તરપ્રદેશ એ.ટી.એસ આરોપી લઇ રવાના થઈ ગઈ છે. આરોપી સલાઉદ્દીનનું વિદેશી ફંડ઼િગમાં ગુજરાત કનેક્શન સામે આવ્યા બાદ તપાસ એજન્સીઓ પણ ચોંકી ઉઠી હતી