ગેંગસ્ટર વિકાસ દુબેનો રાઈટ હેન્ડ ગણાતા અમર દુબેનું એન્કાઉન્ટરમાં મોત
08, જુલાઈ 2020 693   |  

ઉત્તરપ્રદેશ,

કાનપુરમાં થયેલા શુટઆઉટ બાદ પોલીસે મોટી સફળતા મળી છે. પોલીસે ગેંગસ્ટર વિકાસ દુબેના અંગત એવા અમર દુબેનું એન્કાઉન્ટર કર્યું છે. ઉત્તરપ્રદેશ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે હમીરપુરમાં અમરને ઠાર માર્યો છે. અમર પણ કાનપુરના શુટઆઉટમાં સામેલ હતો અને તે વિકાસ દુબેનો રાઈટ હેન્ડ હતો. પોલીસે અમર પર પણ 25 હજારનું ઈનામ જાહેર કર્યું હતું.

અમર દુબેનું એન્કાઉન્ટર બુધવારે સવારે થયું હતું. અમરના હમીરપુરમાં હોવાની બાતમી મળતાં જ STFની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અમરને સરેન્ડર કરવા માટે પણ કહ્યું હતું પરંતુ અમરે પોલીસ પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું અને પોલીસની કાર્યવાહીમાં અમર ઠાર મરાયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે વિકાસ દુબેને પકડવા માટે પોલીસ સતત રેડ કરી રહી છે. પરંતુ હજુ પણ વિકાસ દુબે પોલીસના હાથે ઝડપાયો નથી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution