દિલ્હી-

ભારતમાં શનિવારથી દુનિયાનું સૌથી મોટું વેક્સીનેશન અભિયાન શરુ થઈ ગયું છે. દેશમાં પહેલા દિવસે લગભગ 3006 કેન્દ્રો પર કોરોના વાયરસની વેક્સીનનું વેક્સીનેશન શરૂ કરવામાં આવ્યું. પહેલા દિવસે એટલે કે શનિવારે દેશમાં 1.91 લાખથી વધુ લોકોને વેક્સીન આપવામાં આવી. અત્યારે આ દેશમાં વેક્સીનેશનનું પહેલું ચરણ છે. હાલ માત્ર ફ્રન્ટલાઇન વોરિયર્સનું વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે. એવામાં કેન્દ્રની મોદી સરકારના મંત્રીઓ વેક્સીન ક્યારે લેશે, આ સવાલનો જવાબ રક્ષા મંત્રી રાજનાથ સિંહએ આપ્યો છે. રાજનાથ સિંહે એક ઇન્ટરવ્યૂમાં આ સવાલના જવાબમાં કહ્યું કે, હું સમજું છું કે જ્યારે કોવિડ-19ના ફ્રન્ટ વોરિયર્સનું દેશમાં વેક્સીનેશન પૂરૂં થઈ જશે અને ત્યારબાદ 50 વર્ષથી વધુની ઉંમરના લોકોની વેક્સીનેશનની પ્રક્રિયા જ્યારે શરૂ થશે. તે સમયે રાજકારણ ક્ષેત્રમાં કામ કરનારા અમને પણ વેક્સીન આપવામાં આવશે.

મૂળે, ઇન્ટરવ્યૂમાં રાજનાથ સિંહને સવાલ પૂછવામાં આવ્યો હતો કે વિદેશમાં પહેલા રાજકીય નેતાઓને વેક્સીન આપવામાં આવી રહી છે પરંતુ આપણા દેશમાં આવું નથી થઈ રહ્યું. શું આપને નથી લાગતું કે વેક્સીન પ્રત્યે વિશ્વાસ વધારવા માટે નેતાઓએ પહેલા વેક્સીન લેવી જાેઈતી હતી? તેના જવાબમાં રક્ષા મંત્રીએ કહ્યું કે, હું નથી સમજતો કે દેશની જનતા તેને આ રૂપે લેશે. કારણ કે વેક્સીનના દેશમાં અંતિમ ટ્રાયલ થઈ ચૂક્યા છે. વૈજ્ઞાનિકો અને ડૉક્ટરોએ ટ્રાયલ કર્યા છે. જનતાને દેશના વૈજ્ઞાનિકો અને ડૉક્ટરો પર વિશ્વાસ છે અને એમે લોકો પણ જનતાને આશ્વસ્ત કરી રહ્યા છીએ.

નોંધનીય છે કે, આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, આંદામાન અને નિકોબારમાં 78 લોકોને રસી આપવામાં આવી હતી. આંધ્રપ્રદેશમાં 16,963, અરુણાચલ પ્રદેશમાં 743, આસામમાં 2,721 બિહારમાં 16,410, ચંદીગ ઢમાં 1959, છત્તીસગઢમાં 4985, દિલ્હીમાં 3403 ગોવામાં 373 અને ગુજરાતમાં 8557 રસી આપવામાં આવી છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, રસીકરણનો પહેલો દિવસ હોવાથી કેટલાક એવા કેસો સામે આવ્યા હતા જેમ કે, કેટલાક સ્થળોએ લાભાર્થીની સૂચિ અપલોડ કરવામાં વિલંબ થયો હતો અને કેટલાક રસીકરણ કામદારો આજના સત્ર માટે સુનિશ્ચિત ન હતા. હવે આવી બંને સમસ્યાઓનો સામનો ન કરવો પડે તે માટે બંને કેસો પર કામગીરી કરવામાં આવી રહી છે.