વડોદરા, તા.૨૧
વડોદરા જિલ્લા ભાજપાનુ ફેસબુક પેજ હેક કરીને અભદ્ર પોસ્ટ મુકાતા ખળભળાટ મચી ગયો હતો. જાેકે, જિલ્લા ભાજપાનુ ફેસબુક પેજ હેક થયુ હોવાની લેખિત જાણ જિલ્લા ભાજપા પ્રમુખે વડોદરા શહેર પોલીસના સાયબર ક્રાઈમ ડિવિઝનના એસીપીને કરી છે.
વડોદરા જિલ્લા ભાજપાના ફેસબુક પેજ પર છેલ્લા કેટલાક દિવસોથી અયોગ્ય અને અભદ્ર પોસ્ટો મૂકવામાં આવી રહી હતી. જેને લઈને શહેર જિલ્લાના રાજકિય વર્તુળોમાં ખળભળાય મચી ગયો હતો. જાેકે, કોઈ તત્વો દ્વારા જિલ્લા ભાજપાનુ ફેસબુક પેજ હેક કરવામાં આવ્યુ હોવાની જાણ થતા જિલ્લા ભાજપા પ્રમુખ સતીષ પટેલે લેખિત ફરીયાદ વડોદરા શહેર પોલીસના સાયબર ક્રાઈમ ડિવિઝનને કરીને જિલ્લા ભાજપાનુ ઓફિશીયલ ફેસબુક પેજ હેક કરનાર તત્વો સામે તપાસ કરીને કાર્યવાહી કરવા અરજી આપી હતી.ઉલ્લેખનિય છે કે, પાછલા કેટલાક સમય થી રાજકિય નેતાઓના નામે સોશીયલ મિડિયામાં બોગસ એકાઉન્ટ બનાવીને નાણાં માગવાના બનાવો પણ સામે આવ્યા હતા.ત્યારે જિલ્લા ભાજપાનુ ફેસબુક પેજ હેક કરીને તેના પર અભદ્ર પોસ્ટ મૂકતા ખળભળાટ મચ્યો હતો.
Loading ...