વડોદરા: સાધુ સંતોએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી કર્યુ મતદાન

વડોદરા-

રાજ્યમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર અને જામનગર એમ 6 મ્યુનિસિપલ કોર્પોરેશનની 575 બેઠકો માટે મતદાન પ્રક્રિયા વહેલી શરૂ થઇ હતી. વહેલી સવારથી જ રાજ્યના વરિષ્ઠ નાગરિકો તથા સ્થાનિક નેતાઓ તથા ઉમેદવારો મતદાન કરવા પહોંચી ગયા હતા. તો જાનૈયા અને વરરાજા પણ પોતાની મતદાનની ફરજ નિભાવી હતી. આ સાથે જ વડોદરાના અટલાદરાના BAPSના તમામ સંતોએ બાબાજીપૂરા પ્રાથમિક શાળા ખાતે જઈ મતાધિકારની ફરજ નિભાવી હતી. ઉલ્લેખનીય છે કે કોર્પોરેશનની ચૂંટણી લડતા 2,276 ઉમેદવારો પૈકી ભાજપના 577, કોંગ્રેસના 566, એનસીપીના 91, આપના 470 અને 353 અન્ય પક્ષ તેમજ 228 અપક્ષ ઉમેદવારોના ભાવીને EVMનું બટન દબાવીને તેમનું ભાવી નક્કી કરશે

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution