વડોદરા, તા.૨૧

વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષનું થોડા દિવસ અગાઉ અવસાન થયું હતું. તેમના અવસાનથી ખાલી પડેલી જગ્યા પર નવા અધ્યક્ષની આજરોજ ચૂંટણી યોજાઈ હતી. જેમાં નવા અધ્યક્ષ તરીકે સરકાર નિયુક્ત બિનસરકારી સભ્ય સર્વાનુમતે મિનેશ પંડ્યાની બિન હરીફ વરણી કરવામાં આવી હતી. જ્યારે ઉપાધ્યક્ષ તરીકે હાલના ડો.હેમાંગ જાેષી યથાવત રહ્યા છે.

આજે સવારે ૧૧ વાગ્યે ગોવિંદરાવ મધ્યવર્તી સ્કૂલ આતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરીના સભાગૃહમાં નવા અઘ્યક્ષની નિમણૂંક માટેસભા મળી હતી. શહેર ભાજપ પ્રમુખ તથા શહેર ભાજપ મહામંત્રી અધ્યક્ષના નામનો મેન્ડેટ લઈને આવ્યા હતા.નવા અધ્યક્ષની નિમણૂક અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા કાર્યકારી અધ્યક્ષ અને હાલના ઉપાધ્યક્ષ દ્વારા કરવામાં આવી હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આમ ૧૫ સભ્ય છે. જેમાંથી ૧ સરકાર નિયુક્ત છે. અધ્યક્ષનું અવસાન થતા તે જગ્યા ખાલી છે. એટલે ૧૩ સભ્ય બાકી રહેતા હોવાથી આ સભ્યોમાંથી ઉમેદવારી નોંધાવી શકે તેમ હતા. આ ૧૩ માંથી ભાજપ પાર્ટી દ્વારા મિનેશ પંડ્યાને મેન્ડેટ આપવામાં આવ્યો હતો. શિક્ષણ સમિતિના હોલમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાર્યકારી અધ્યક્ષએ અધ્યક્ષ પદ માટે ઈચ્છુક ઉમેદવાર પાસેથી ચૂંટણી ફોર્મ માગ્યું હતું. જે તેમણે નિયમ મુજબ બે ટેકેદારોની સહી સાથે સુપ્રત કર્યું હતું. એક સિવાય બીજા કોઈએ અધ્યક્ષ પદ માટે ફોર્મ નહીં ભરતા મિનેશ પંડ્યા બિનહરીફ જાહેર થયા હતા. શિક્ષણ સમિતિના અગાઉના અધ્યક્ષ હિતેશ પટણીનું ગયા મહિને અવસાન થતાં તેમની ખાલી પડેલી જગ્યા પર નિયમ મુજબ ૨૧ દિવસમાં ચૂંટણી કરવી ફરજિયાત હતી. જેના અનુસંધાનમાં આજરોજ આ ચૂંટણી યોજાઈ હતી.

આમ હવે મીનેશ પંડ્યા પ્રથમ ટર્મના બાકી રહેલા દોઢ વર્ષ માટે સમિતીના અઘ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળશે.અઘ્યક્ષ પદનો હોદ્દો સંભાળ્યા બાદ તેમણે કહ્યુ હતુ કે, જે શાળાઓમાં એક્સીલન્સની કામગીરી બાકી છેે તે આગામી દિવસોમાં બેઠક યોજીના સભાસદોના સહયોગ થી હાથ ઘરવામાં આવશે.નવ નિયુક્ત અઘ્યક્ષને વિઘાનસભાના મુખ્ય દંડક,અકોટાના ઘારાસભ્ય સહિતે અભીનંદન આપ્યા હતા.