વડોદરા: COVID-19ની ગાઈડ લાઈનનું ઉલ્લઘન, હજારોની સંખ્યામાં લોકો રસ્તા ઉપર
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, સપ્ટેમ્બર 2020  |   1584

વડોદરા-

વડોદરા શહેરના ખોડિયાર નગર ચોકડી પાસે કોરોના ભાગ્યો... સોશ્યલ ડીસ્ટનસ ના લીરે લીરા ઉડયા.. પ્રાપ્ત માહિતી અનુસાર એરપોર્ટ સર્કલ થી સરદાર એસ્ટેટ વચ્ચે આવેલ ખોડિયાર નગર ચોકડી પાસે માઈ ભક્તો દ્વારા માતાજી ને મહેસાણા લઈ જવાના હોવાથી રેલી સ્વરૂપે હજારો માઈ ભક્તો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ માહિતી પોલીસ કન્ટ્રોલ રૂમ મા જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી. પરંતુ હજારો ની સંખ્યામાં ભક્તો હોવાથી વધારા ની કુમક મંગાવી ટોળા ને વિખેરવા મા આવ્યા હતા.


કોરોનાથી સતર્ક રહેવા માટે માસ્કની કેટલી જરૂર પડે તે હવે કહેવાની જરૂર નથી. નાનકડા બાળકો પણ હવે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક  ના નિયમોનું પાલન કરતા થઈ ગયા છે. ત્યારે હજી પણ કેટલાક લોકો એવા છે જેઓને પોતાના અને બીજાના જીવની પડી નથી. આવું વિચારનારા લગભગ 3000 લોકો વડોદરામાં એકઠા થયા હતા. વડોદરાના ખોડિયાર નગર ખાતે હજારોની ભીડ ભેગી થઈ હતી. એક સમાજના ખાનગી કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા.  


વડોદરાના ખોડિયાર નગર વિસ્તારમાં દેવીપૂજક સમાજનો ધાર્મિક કાર્યક્રમયોજાયો હતો. આજે સવારે કાર્યક્રમમાં અંદાજિત 3 હજાર લોકો ઉમટ્યાં હતા. કોઈ પણ પરવાનગી વગર આ પ્રકારનો કાર્યક્રમ યોજાતા પોલીસ દોડતી થઈ હતી. એટલું જ નહિ, કાર્યક્રમમાં હાજર કોઈ પણ વ્યક્તિએ માસ્ક નહોતું પહેર્યું.


સવાલ એ છે કે, કેવી રીતે આટલી મોટી સંખ્યામા લોકો એકઠા થયા. ત્યારે જાણવા મળ્યું કે, એક વ્યક્તિ ધૂનતો હોવાથી તેને માતા આવી હોવાનું સમજીને લોકો ઉમટ્યા હતા. જોકે, બીજી એક ચોંકાવનારી માહિતી એ પણ સામે આવી કે, આ 3000 લોકોનું ટોળુ વડોદરાથી પગપાળા મહેસાણા જવાનું હતું. જો, આ કાર્યક્રમ રોકવામાં ન આવ્યો હોત તો મહેસાણા સુધી કોરોનાનું સંક્રમણ ફેલાયું હોત. 


આ ઘટનાને પગલે વારસિયા પોલીસે સ્થળ પર પહોંચી હજારોના ટોળાંને દૂર કર્યા પોલીસે કોઈ ગુનો દાખલ ન કરતા આશ્ચર્ય ફેલાયું. વારસિયા પોલીસે કાર્યક્રમનું આયોજન કરનાર સામે નોધ્યો ગુનો છે. 6 વ્યક્તિઓ સામે જાહેરનામાના ભંગની ફરિયાદ કરાઈ છે. એપેડેમિક ડિસીઝ એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો છે. તેમજ આ 6 શખ્સોની પોલીસે અટકાયત કરી છે. 

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution