ગોતાની વસંતનગર ટાઉનશિપમાં વીર સાવરકર હાઇટ્‌સ-૧નું રૂપિયા એક કરોડનું વીજ બિલ બાકી
03, મે 2024 990   |  

અમદાવાદ ગોતા ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વસંતનગર વિકસાવવામાં આવ્યું હતું. જેમાં આવેલ વીર સાવરકર હાઇટ્‌સ ૧ મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત વિકસાવવામાં આવ્યું હતું. આ સોસાયટીમાં ૧૩ માળના ફ્લેટોમાં ૧૬૦૦ જેટલા મકાનો આવેલા છે. જેની ૮૦૦૦ જેટલી વસ્તી થવા જાય છે. અહીં રહેવા આવેલા લોકોને ૨૦૧૭માં મકાનોનું પોઝિશન આપવામાં આવ્યું હતું. તે સમયે મેન્ટેનન્સ પેટે ૮.૯૮ કરોડનું ભંડોળ ગુજરાત સ્ટેટ-કો ઓપરેટિવ બેન્કમાં મૂકવામાં આવ્યું હતું. બાદમાં વધુ એક કરોડ જેટલી રકમ એકત્ર થઈ હતી. તેના વ્યાજ અને માસિક મેન્ટેનન્સ પેટે વધુ ૬ થી ૭ કરોડ રૂપિયા એકઠા થયા હતા. આમ કુલ ૧૫ થી ૧૬ કરોડ જેટલી રકમ બેંકમાં મૂકવામાં આવી હતી. સોસાયટીના રહીશોના આક્ષેપ છે કે આ ભંડોળને બેંક, ગુજરાત હાઉસિંગ બોર્ડ તથા સોસાયટીના હોદ્દેદારોની મિલીભગતથી ચાઉં કરી દેવામાં આવ્યું છે. આ તમામ રકમ ગેરકાયદેસર વહીવટ અને ભ્રષ્ટાચારથી ફક્ત ૬ વર્ષમાં ઉડાવી છે. હવે સોસાયટીને ેંય્ફઝ્રન્નું બિલ ભરવા ૧ કરોડ રૂપિયા જેટલી રકમની જરૂર છે. જાે તે રકમ નહીં ભરવામાં આવે તો સોસાયટીનું વીજ કનેક્શન કપાઈ જશે. જેથી ૪૯ જેટલી લિફ્ટ બંધ થઈ જશે. ઉપરાંત ૧૬૦૦ ઘરોમાં પીવાનું પાણી મોટર બંધ થતા પહોંચી શકશે નહીં. હજુ પણ ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે એક કરોડ જેટલી સોસાયટીની રકમ છે, તેની ઉપર વ્યાજ પણ આપવામાં આવતું નથી. આ સંદર્ભે તેમને મુખ્યમંત્રી ઓફિસમાં અરજી પણ કરી છે અને તેની નકલ અમદાવાદ પોલીસને પણ મોકલવામાં આવી છે. સોસાયટીના લોકોએ જણાવ્યું હતું કે, આ સોસાયટીમાં કેટેગરી અને કેટેગરી અનુક્રમે ૧ લાખ અને ૫૦ હજાર રૂપિયા મેન્ટેનન્સ ડિપોઝીટ પેટે આપ્યા હતા. જેની કુલ રકમ ૮.૯૮ કરોડ જેટલી થવા જાય છે. નિયમ મુજબ તેની ફિક્સ ડિપોઝિટ નેશનલાઈઝ બેન્કમાં કરવાની હોવા છતાં ગુજરાત સ્ટેટ ઓપરેટિવ બેન્કમાં તેની હ્લડ્ઢ કરવામાં આવી હતી. તેની વ્યાજની રકમમાંથી સોસાયટીના ખર્ચા કરવાના હતા. આ ફિક્સ ડિપોઝિટ તોડી શકાતી નહોતી. તેમ છતાં હોદ્દેદારો દ્વારા ફિક્સ ડિપોઝિટ ઉપર ઓવરડ્રાફ્ટ લેવામાં આવ્યો હતો અને ફંડની ઉચાપત કરવામાં આવી હતી. જેથી બેન્કે હ્લડ્ઢ જપ્ત કરી હતી. બેંકને જાણ કરી હોવા છતાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ર્નિણયને અવગણીને ઓવરડ્રાફ્ટ આપવામાં આવ્યો હતો.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution