બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે. હાલમાં જાણીતા ડાયરેક્ટર રજત મુખર્જીનું નિધન થયું છે. તેમનું નિધન જયપુરમાં થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમને એપ્રિલ મહિનાથી જ કિડનીમાં કઇક સમસ્યા હતી. જેને કારણે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યારે રજત મુખર્જીના નિધનની ખબરથી ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે. આ ખબર સાંભળી અભિનેતા મનોજ બાજપેયી પણ સદમામાં છે. મનોજ બાજપેયે રજત મુખર્જીના નિધન પર શોક વ્યક્ત કરતા શ્રંદ્રાંજલી આપી છે. કહેવામાં આવી રહ્યું છે કે રજત મુખર્જી મુંબઇમાં રહેતા હતા પરંતુ લોકડાઉન બાદ તે તેમના શહેર જયપુર પહોંચ્યા હતા જ્યાં તેમણે છેલ્લો શ્વાસ લીધો હતો. તે કિડનીથી જાેડાયેલી સમસ્યાથી પરેશાન હતા. સાથે જ તેમને ફેફસામાં ઇન્ફેક્શન હોવાની વાત પણ સામે આવી છે. નિર્દેશક રજન મુખર્જી તેમની ફિલ્મ પ્યાર તુને ક્યા કિયા, રોડ, લવ ઇન નેપાલ અને ઉમીદ જેવી ઘણી ફિલ્મો માટે જાણીતા હતા.