અલીગઢ-લખનૌ-

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સોમવારે ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને રામ મંદિર આંદોલનના અગ્રણી નેતાઓમાંના એક કલ્યાણસિંહને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે અલીગઢના અતરૌલી પહોંચ્યા હતા. અમિત શાહે કહ્યું કે દબાયેલા, દલિત અને પછાત લોકોએ તેમના મૃત્યુમાં એક શુભેચ્છક ગુમાવ્યો છે.ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ કલ્યાણસિંહનું શનિવારે રાત્રે 9:15 વાગ્યે લખનૌના SGPGI ખાતે નિધન થયું. તેઓ 89 વર્ષના હતા અને કેટલાક સમયથી બીમાર હતા. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે અલીગઢના અતરૌલી ખાતે જાહેર બાંધકામ વિભાગના અતિથિગૃહ પહોંચ્યાં હતાં, જ્યાં કલ્યાણસિંહનો મૃતદેહ રાખવામાં આવ્યો છે. શાહે અંતિમ શ્રદ્ધાંજલિ આપીને શાહે કહ્યું કે, આજે હું કલ્યાણસિંહના અંતિમ દર્શન માટે આવ્યો છું. કલ્યાણ સિંહનું આ દુનિયામાંથી જવું ભાજપ માટે મોટી ખોટ છે.તેમના નિધન સાથે, ભાજપે એક અગ્રણી અને હંમેશા સંઘર્ષશીલ નેતા ગુમાવ્યો છે. દેશભરના દલિત અને દલિત અને ખાસ કરીને યુપીના પછાત લોકો તેમના એક શુભેચ્છકને ગુમાવી ચૂક્યા છે.કેન્દ્રીય ગૃહપ્રધાને કહ્યું કે 'કલ્યાણસિંહ રામ જન્મભૂમિ આંદોલનના મોટા નેતા હતાં અને તેમણે રામ જન્મભૂમિ આંદોલન માટે સત્તા છોડવાનો જરાક પણ વિચાર કર્યો ન હતો.'  જૂની યાદોને તાજી કરતા શાહે કહ્યું કે, "જ્યારે રામજન્મભૂમિનો શિલાન્યાસ થયો ત્યારે મેં તે જ દિવસે બાબુજી સાથે વાત કરી અને ખૂબ જ આનંદ અને સંતોષ સાથે તેમણે કહ્યું કે આજે મારા જીવનનું લક્ષ્ય પૂર્ણ થયું છે." તેમનું આખું જીવન વિકાસ અને યુપીના લોકોને સમર્પિત હતું. તે યુપીને સારું રાજ્ય બનાવવા માટે કામ કરતાં રહ્યાં. ગરીબ વર્ગમાંથી ઊભા થવું, આટલા મોટા નેતા બનવું, વિચારધારા માટે લડવું, સમાજને સમર્પિત થવું, આ બધું આપણા બધાં ભાજપના કાર્યકરો માટે પ્રેરણાની બાબતો હશે. તેમના જવાથી ભાજપની અંદર એક મોટું અંતર ઊભું થયું છે અને તેને લાંબા સમય સુધી ભરવું મુશ્કેલ બનશે.'