વડોદરા, તા.૨૩

તાંદલજાના નુરજહાં પાર્કમાં રહેતી ૨૫ વર્ષીય નફીસા ખોખરે બે દિવસ અગાઉ પોતાના ઘરમાં ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો પરંતું જેપીરોડ તપાસમાં મોતનું કારણ જાણવા મળ્યું નથી. દરમિયાન નફીસાએ તાજેતરમાં અમદાવાદના રિવર ફ્રન્ટ પર પોતાના મોબાઈલ ફોનમાં અશ્રુભીની આંખે પોતાની વેદના વ્યક્ત કરતી એક વિડીઓ ક્લિપ બનાવી હતી જેમાં તેણે અમદાવાદમાં રહેતા તેના દગાબાજ પ્રેમી રમીઝ વિરુધ્ધ આક્ષેપો કર્યા હતા. આ અગાઉ નફિસાએ અમદાવાદ રિવર ફ્રન્ટ ખાતે નદીમાં છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો પરંતું સ્થાનિક નાવિકોએ તેને બચાવી લીધી હતી.

બે વાર આપઘાતનો પ્રયાસ નિષ્ફળ જતા તેણે વડોદરામાં ઘરે આવી આપઘાત કર્યો હતો. જાેકે નફિસાએ તેના દગાબાજ પ્રેમી વિરુધ્ધ કરેલા આક્ષેપોની વિડીઓ ક્લિપ સોશ્યલ મિડિયામાં વાયરલ થતા નફીસાના પરિવારજનોએ આ ક્લિપના આધારે તેના પ્રેમી રમીઝ સામે ગુનો નોંધવા માટે જેપીરોડ પોલીસ મથકમાં રજુઆત કરી છે. જાેકે પોલીસે હજુ સુધી રમીઝ સામે આપઘાતની દૂષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધ્યો નથી.

ઈતની બૂરી હાલત કર દી, ના ઘર કી ના ઘાટકી...

નફિસાએ વિડીઓ ક્લિપમાં જણાવ્યું હતું કે‘ ઇતની બુરી હાલત કરદી ના ઘરકી ના ઘાટકી, ચાર દિનો સે યહાં પર ભટક રહી હું. તુમ્હે ઢુંઢ રહી હું, મેને તો પુલીસ કો ભી નહિ બતાયા, પુલિસ...... મીઝ તુમને મેરે સાથ બહુત બુરા કીયા હૈ, બહોત મતલબ બહોત બુરા કીયા, જબ શાદી હાં કહકે મુજે બતાતે રહે લેકીન આયે નહિ, યે તો ગલત હૈના યાર યે તો બહોત ગલત હૈ, ઐસા નહિ કરના ચાહીયે થા. ઝીંદગીમેં મેને તુમસે સબસે જ્યાદા પ્યાર કીયા, ઓર તુમને યે કીયા મેરે સાથ. મુજે ઇતના બડા ધોખા દીયા, મુજે લગા તુમ અલગ હો, લેકીન સબ કે જૈસે હી હો, તુમમે ઓર સબમે કોઇ ફરક નહિ થા. પુરી દુનિયા કો પતા ચલ જાને કે બાદ તુમને મેરા હાથ નહિ થામા. બહોત બુરે હો તુમ. મુજે નહિ આતા સમજમે, તુમ્હારે ઘરવાલે ભી કહતે હૈ કી હમારા કોઇ કોન્ટેક્ટ નહિ હૈ. પર મેને તુમ્હે પરસોં દેખા થા. તુમ્હારે કપડે સુખે હુએ થે વહાં પર’