લંડન-
વિરાટે પહેલાં મારી તરફ જાેયું હતું, કારણ કે તેને મારા ચહેરા પરના હાવભાવ તરત જ ઓળખાઈ ગયા હતા. હું થોડી આગળ નીકળી હતી, પછી તરત જ પાછી ફરી અને મેં તેમની સાથે વાત કરી હતી. મેં તેમને કહ્યું હતું, સોરી, હું તમને ડિસ્ટર્બ કરું છું, મારી સાથે એક સેલ્ફી ક્લિક કરાવશો. અનુષ્કા તરત જ માની ગઈ હતી, પરંતુ વિરાટ સાથે વામિકા હોવાથી તેણે ચોખ્ખી ના પાડી દીધી હતી.' અમીનાએ એમ પણ જણાવ્યું હતું, 'મેં વામિકાનો ચહેરો જાેયો નથી, કારણ કે તે પ્રૅમમાં બેઠી હતી. મેં અનુષ્કા શર્માને કહ્યું કે હું બોલિવૂડની કેટલી મોટી ચાહક છું.મને તેનું કામ તથા તેની ફિલ્મ ઘણી જ પસંદ છે મારી મનપસંદ ફિલ્મ 'ફિલૌરી' છે, પરંતુ આ શબ્દો મારા મોંમાંથી નીકળ્યા જ નહીં. આ સેલિબ્રિટી એન્કાઉન્ટરે મને એ વિચારવા મજબૂર કરી કે સ્ટાર્સ ખરેખર કેવા છે.
ઉલ્લેખનીય છે કે ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચ રમશે, જેમાંથી બે મેચ રમાઈ ચૂકી છે. ત્રીજી મેચ ૨૫ ઓગસ્ટના રોજ શરૂ થઈ છે. વિરાટ કોહલી તથા અનુષ્કા શર્મા ઇંગ્લેન્ડમાં ફરતા હોય છે. હાલમાં જ તેમણે હોટલના સ્ટાફ સાથે ઓનમ સેલિબ્રેટ કરી હતી.અચાનક જ તમારી આગળથી અનુષ્કા શર્મા તથા વિરાટ કોહલી પસાર થઈ જાય તો તમારું રિએક્શન કેવું હોય? હાલમાં વિરાટ કોહલી પત્ની અનુષ્કા તથા દીકરી વામિકા સાથે ઇંગ્લેન્ડની ગલીઓમાં ફરી રહ્યો છે. તાજેતરમાં જ સિમ્પલી અમીનાને ઇંગ્લેન્ડમાં રસ્તા પર ચાલતા ચાલતા વિરાટ કોહલી-અનુષ્કા શર્મા મળી ગયા હતા. સિમ્પલી અમીના ઇંગ્લેન્ડની નંબર વન સેલિબ્રિટી બ્લોગર હોવાનો દાવો કરે છે. તેણે પોતાની સો.મીડિયા અકાઉન્ટમાં પોતાને જર્નલિસ્ટ પણ કહી છે. થોડાં દિવસ પહેલાં જ અમીના કામ પૂરું કરીને ઘરે પરત ફરતી હતી ત્યારે તેને અનુષ્કા-વિરાટ સામે મળી ગયા હતા. અમીનાએ પોતાના બ્લોગમાં કહ્યું હતું, 'ગઈકાલે હું મારું કામ પતાવીને ઘર તરફ જતી હતી અને મારી જ દુનિયામાં ખોવાયેલી હતી. હું થાકેલી હતી અને વિચારતી હતી કે લંચ માટે કંઈ જગ્યાએ જઉં? મેં સપનેય વિચાર્યું નહોતું કે હું બોલિવૂડ સ્ટાર તથા ઇન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટનને મળશી. હું અનુષ્કા શર્મા તથા વિરાટ કોહલીની બાજુમાંથી નીકળી. મને ખ્યાલ આવી ગયો કે આ લોકો એ જ છે, પરંતુ હું હજી સ્યોર થવા માગતી હતી.