લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
12, એપ્રીલ 2026 |
વડોદરા |
2178
વડોદરા શહેર ભાજપાના સિનિયર નેતા અને પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર લાખાવાલાએ છેલ્લા પાંચ વર્ષમાં પૂર્વ નગર સેવકોએજ શહેરની હાલત ખરાબ કરી છે. છેલ્લા પાંચ વર્ષમાં વડોદરાની ઈમેજ બહુ ખરડાઈ છે. જેની સામે પાર્ટીએ ડેમેજ કંટ્રોલ કર્યું હોવાના નિવેદનને લઈને શહેર ભાજપામાં ભડકો થયો છે.
ચૂંટણી ટાંણેજ ભાજપાના શાસનમાં ભ્રષ્ટ્રાચારની વાત એ પૂર્વ મંત્રીનું સભાનતા પૂર્વકનુ નિવેદન કે પછેે બેજવાબદારી પૂર્વકનો બફાટ તેને લઈને પણ ચર્ચા ભાજપા વર્તુળોમાં થઈ રહી છે. પૂર્વ ધારાસભ્ય, પૂર્વ મંત્રી, પૂર્વ કાઉન્સિલર, પૂર્વ શહેર ભાજપા પ્રમુખ ભૂપેન્દ્ર લાખાવાલાએ તેમણે ફાયરના સાધનોની ખરીદીમાં કૌભાંડ અંગે પણ ઉલ્લેખ કરીને છેલ્લા ૧૦ વર્ષ ધણા ચિંતાજનક રહ્યા છે. નાગરિકો પણ અનેક ફરિયાદો કરતા હતા. તેમાય છેલ્લા પાંચ વર્ષમાં વડોદરાની ઈમેજ બહુ ખરડાઈ હતી. એટલે ડેમેજ કંટ્રોલ કરવા પાર્ટીએ આ નિર્ણય લેવો પડ્યો છે. લાખાવાલા પૂર્વ ધારાસભ્ય, પૂર્વ મંત્રી, પૂર્વ કાઉન્સલર રહી ચૂક્યા છે. હાલમાં વર્તમાન શહેર ભાજપાની ચૂંટણી કમિટીના સંયોજક છે અને તેમની જવાબદારી છે સીટો જીતાડવાની ત્યારે શું આ નિવેદન ચૂંટણી જીતાડશે કે હરાવશે? તેની ચર્ચા પણ ભાજપા વર્તુળોમાં થઈ રહી છે. આ સંદર્ભે પૂર્વ મેયર અને સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા સાથે ટેલીફોનિક સંપર્ક થઈ શક્યો ન હતો.