વડોદરા, તા.૨૫

રાજ્યના સૌથી લાંબા બ્રિજના લોકાર્પણ પ્રસંગે વડોદરા આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યુ હતુ કે, વડોદરા વાસિઓએ રંગ રાખી લીઘો છે.ચૂંટણીમાં પાંચે ઘારાસભ્યોને ૭૫ હજાર કરતા વઘુ મતે જીતાડ્યા છે. વાત થતી હતી બ્રિજની કે કામગીરીમાં મોડુ થયુ, પરંતુ બીજા કામો અને નરેન્દ્ર મોદી પર પ્રેમ તમે દેખાડી દીઘો છે. લોકોએ આ જે વિશ્વાસ દેખાડ્યો છે તે વિશ્વાસ ન તૂટે તેની જવાબદારી પણ અમે લઈએ છે. મુખ્ય મંત્રી એ દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલબિહારી વાજપેઇના જન્મ દિન સુશાસન દિવસે સમગ્ર ગુજરાતમાં શહેરી વિસ્તારમાં રૂ.૨૩૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલા સૌથી લાંબા ૩.૫૦ કી.મી.ના ફ્લાય ઓવર બ્રીજનું ઉપરાંત સમા વિસ્તારમાં રૂ.૬૪.૮૨ લાખના ખર્ચે નિર્માણ થયેલ ઉદ્યાનનું લોકાર્પણ કરવા સાથે ઐતિહાસિક ઈમારત ન્યાયમંદિરનું વડોદરા કોર્પોરેશનને હસ્તાંતરણ કર્યું હતું. સ્તેમજ વડોદરા સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લી. દ્વારા પ્રકાશિત સ્ટ્ઠદ્ઘીજંૈષ્ઠ ફટ્ઠર્ઙ્ઘઙ્ઘટ્ઠટ્ઠિ - ॅટ્ઠખ્તી કિર્દ્બ ંરી ઁટ્ઠજં , પુસ્તિકાનુ વિમોચન કર્યું હતું. સયાજીનગર ગૃહ ખાતે આયોજીત કાર્યક્રમમાં સંબોઘતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યુ હતુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા બે દાયકાથી ગુજરાતના વિકાસનો જે મજબૂત પાયો નાખ્યો છે, તેને આધાર બનાવીને સરકાર સમાજના છેવાડાના માનવીને મુખ્ય પ્રવાહમાં જાેડીને સુશાસન થકી સરકારની યોજનાઓના લાભો પહોંચાડી રહી છે. તેમણએ એમ પણ કહ્યુ હતુ કે,વિદેશી રોકાણકારો માટે આજે પણ સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ પસંદગીનું રાજ્ય છે, રાજ્યમાં થયેલા ઔદ્યોગિક વિકાસ અને મૂડી રોકાણને કારણે ગુજરાત રોજગારી આપવામાં સમગ્ર દેશમાં સર્વ પ્રથમ છે.જે કહેતું તે કરવું અને જે કરી શકાય હોય એટલું કહેવું એવા સુશાસનની કાર્યસંસ્કૃતિ અમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વારસામાં મળી છે. જેના પરિણામે ગુજરાત આજે તમામ ક્ષેત્રેમાં દેશનું અગ્રીમ રાજ્ય બન્યું છે. રાજ્યમાં માર્ગો છેવાડાના ગામ સુધી પહોંચાડ્યા છે. એટલું જ નહીં, ડબલ લેનને ફોર લેન, ફોર લેનને સિક્સ લેન માર્ગમાં રૂપાંતરિત કર્યા છે. પૂલો, અન્ડર પાસ, રેલ્વે ઓવર અને અન્ડર બ્રિજની આયોજનબદ્ધ રીતે કામગીરી કરવામાં આવી રહી છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા હળવી થઇ રહી છે. મુખ્યમંત્રી સયાજી નગરગૃહમાં પહોંચતા મહિલાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુકલ ધારાસભ્યો યોગેશ પટેલ, મનિષાબેન વકીલ, ચૈતન્ય દેસાઈ, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ મેયર, મહાનગર પાલિકા સમિતિ અધ્યક્ષો, નગર સેવકો, મહાનગરપાલિકાના પદાધિકારીઓ, કાર્યકારી કલેકટર તુષાર ભટ્ટ, મ્યુનિસીપલ કમિશનર બંછાનિધિ પાની સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

મહાનગરપાલિકાઓને સીએમ ડેશ બોર્ડ સાથે જાેડી મોનિટરીંગ શરૂ કરાયું

રાજ્ય સરકારે મહાનગરપાલિકાઓને સીએમ ડેશ બોર્ડ સાથે જાેડી તેનું મોનિટરિંગ કરવાનું શરૂ કર્યું છે. જેથી શહેરીજનોને મુશ્કેલીઓ ઓછી પડે તેની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. નગર અને ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને સરકારની સેવા અને યોજનાકીય લાભો મહત્તમ રીતે મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને એ જ સુશાસન છે. આ માટે રાજ્ય સરકાર એક ફેમિલી કાર્ડ બનાવવાની દિશામાં આગળ વધી રહી છે, તેમણે કહ્યુ હતુ કે , આ ફેમિલી કાર્ડ ધરાવતા લાભાર્થી પરિવારે એક યોજનાઓ લાભ લીધો હોય ત્યારે સરકારી કચેરીમાં રજૂ કરેલા દસ્તાવેજ અન્ય યોજના માટે માન્ય રહે તેવી વ્યવસ્થા વિકાસવવામાં આવી રહી છે. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની સ્થિતિને ધ્યાને રાખીને જ અમારી સરકારે આયુષ્યમાન કાર્ડ ધારકોને મળતી રૂ. ૫ લાખ સુધીની વિના મૂલ્યે સારવારમાં મર્યાદા વધારીને રૂ. ૧૦ લાખની કરવામાં આવી છે. રાજ્યના દર્દીઓની સમસ્યાને સંવેદનાપૂર્વક ઉકેલીને તાલુકા કક્ષાએ ડાયાલિસીસ સેન્ટર અને જિલ્લા કક્ષાએ કિમોથેરાપીની સુવિધા શરૂ કરવામાં આવી છે.

રાજ્ય સરકારના સહયોગથી વર્ષોજૂના અનેક પ્રશ્નો હલ થયા છે ઃ મેયર

મેયર અને ધારાસભ્ય કેયુર રોકડીયાએ તમામને આવકાર કરતા જણાવ્યું કે, વડોદરા શહેરની ટ્રાફિક સમસ્યા આ નવા બ્રિજથી હલ થશે.આ બ્રિજ માટે રૂ.૧૦૦ કરોડ ફાળવીને તેના કામને વેગ આપવા માટે તેમણે મુખ્યમંત્રી તેમજ ભાજપ રાજ્ય અધ્યક્ષ સી.આર.પાટીલનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારના પીઠબળથી વડોદરાના અગત્યના વણ ઉકેલ્યા પ્રશ્નો હલ થયા છે. મેયરે કહ્યુ હતુ કે, કેટલીક ગામની ચૌદશો તો અમને બદનામ કરવા પણ નિકળી પડી હતી,અમારા એ ઘ્યાનમાં છે.કેટલીક અઘિકારીઓની ભૂલના જવાબો પણ કોર્પોરેશન વતી અમે આપ્યા પરંતુ શહેરના વિકાસ માટે કેટલાક નિર્ણયો લેવા પડે,પરંતુ વાજપાયીજીના શબ્દોને યાદ કરતા તેમણે કહ્યુ હતુ કે, “બાઘાએ આતિ હો તો આયે,ઘિરે પ્રલય કી ઘોર ઘટાએ,પાંવો નિચે અંગારે, સિર પર બરસે યદી જ્વાલાએ,નિજ હાથો સે હસતે હસતે આગ લગાકર જલના હોગા, કદમ મિલાકર ચલના હોંગા” આમ પંક્તિઓ સાથે પૂર્વ વડાપ્રધાન અટલજીને અંજલિ આપી હતી. સાંસદ રંજનબેન ભટ્ટે પ્રાસંગિક પ્રવચન માં આ બ્રિજની કામગીરીમાં પ્રારંભ થી લોકાર્પણ સુઘી સહયોગ રહ્યો છે તે તમામ મેયર સહિતનો આભાર માન્યો હતો.