ઈરાનના ઓઈલ ટાપુ ઉપર મજા માટે ફરી હુમલો કરીશું
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
15, માર્ચ 2026  |   1980


વોશિંગ્ટન, અમેરિકા અને ઈઝરાયલના ઈરાન સાથેના યુદ્ધે હવે અત્યંત ખતરનાક વળાંક લીધો છે. યુદ્ધના ત્રીજા સપ્તાહમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના મુખ્ય ઓઈલ એક્સપોર્ટ હબ ખાર્ગ આઇલેન્ડ પર વધુ હુમલા કરવાની ધમકી આપી છે. ટ્રમ્પે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમેરિકન હુમલાઓએ આ ટાપુનો મોટો હિસ્સો પહેલેથી જ તબાહ કરી દીધો છે અને હજી વધુ હુમલા થઈ શકે છે.વિશ્વના કુલ તેલ પુરવઠાનો પાંચમો ભાગ જ્યાંથી પસાર થાય છે તે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અત્યારે યુદ્ધનું કેન્દ્ર બન્યું છે. ઈરાને આ મહત્વના દરિયાઈ માર્ગને બંધ કરી દેતા વૈશ્વિક બજારમાં ઊર્જા સંકટ ઊભું થયું છે અને તેલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું કે, “જે દેશો આ માર્ગે તેલ મેળવે છે, તેમણે તેની સુરક્ષાની જવાબદારી ઉઠાવવી પડશે, અમેરિકા તેમને ઘણી મદદ કરી છે.” ટ્રમ્પે ચીન, ફ્રાંસ, જાપાન, દક્ષિણ કોરિયા અને બ્રિટન જેવા દેશોને પોતાના યુદ્ધ જહાજાે આ વિસ્તારમાં તૈનાત કરવા વિનંતી કરી છે. હજી સુધી કોઈ દેશે આ અંગે સ્પષ્ટ સંમતિ આપી નથી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution