પશ્ચિમ બંગાળ ચૂંટણી હિંસા: સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારની અરજી પર ચૂંટણી પંચ, CBI અને કેન્દ્ર પાસેથી જવાબ માંગ્યો
28, સપ્ટેમ્બર 2021

પશ્ચિમ બંગાળ-

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી બાદ હિંસાના કેસમાં સુપ્રીમ કોર્ટે સીબીઆઈ, ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારની અરજી પર આ પગલું ભર્યું છે. સુપ્રીમ કોર્ટ આગામી સુનાવણી 7 ઓક્ટોબરે કરશે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પછીની હિંસાના કેસોમાં સીબીઆઈ તપાસના નિર્દેશ આપતા કલકત્તા હાઈકોર્ટના આદેશને પડકારતી પશ્ચિમ બંગાળ સરકારની અરજી સ્વીકારી. ન્યાયમૂર્તિ વિનીત સરન અને અનિરુદ્ધ બોઝે કહ્યું કે રાજ્યએ પીઆઈએલ અરજીકર્તાઓને નોટિસ આપવા માટે કેસ કર્યો છે. જેના આધારે હાઈકોર્ટે સીબીઆઈ તપાસના આદેશ આપ્યા હતા. કપિલ સિબ્બલે સીબીઆઈની કાર્યવાહી પર રોક લગાવવાની માંગ કરી હતી. આ અંગે કોર્ટે કહ્યું કે અમે બીજી બાજુ સાંભળ્યા વગર કોઈ આદેશ જારી કરીશું નહીં.

મમતા સરકારે હાઈકોર્ટના આદેશને પડકાર્યો 

મમતા બેનર્જીની સરકારને આંચકો આપતા હાઈકોર્ટની પાંચ જજોની બેન્ચે સીબીઆઈ તપાસના આદેશ આપ્યા હતા. આ સિવાય કલકત્તા હાઈકોર્ટે હિંસાની ઘટનાઓની તપાસ માટે એસઆઈટીની રચના કરવાનો આદેશ પણ આપ્યો હતો. હિંસાની ઘટનાઓની સીબીઆઈ તપાસનો બંગાળની તૃણમૂલ સરકારે વિરોધ કર્યો હતો. હાઈકોર્ટે બંગાળમાં મતદાન બાદની હિંસા દરમિયાન હત્યા, બળાત્કારના કેસોની CBI તપાસનો આદેશ આપ્યો હતો. આ સિવાય અન્ય ગુનાઓની તપાસ માટે વિશેષ તપાસ ટીમની રચના કરવામાં આવી છે. CBI અને SIT ની તપાસ હાઈકોર્ટની દેખરેખ હેઠળ થશે. કોર્ટે સીબીઆઈને 6 સપ્તાહની અંદર તપાસનો અહેવાલ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution