દિલ્હી-

પશ્ચિમ બંગાળના અધિકારીઓની કેન્દ્ર સરકાર દ્વારા બદલીના વિરોધમાં થયેલ અરજી મામલે આજે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર અને પશ્ચિમ બંગાળ સરકાર વચ્ચે પાછલા દિવસોમાં આઇપીએસ અધિકારીઓની બદલીને લઈને જે વિવાદ થયો હતો તેના પર સોમવારે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી કરવામાં આવી હતી. અરજી કરનારે આ મામલે કેન્દ્ર પાસે વધારે અધિકાર હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. અરજીને અદાલતે ફગાવી દીધી છે.

નોંધનીય છે કે રાજ્યના આઇપીએસને કેન્દ્ર દ્વારા ડેપ્યુટેશન મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરાઇ હતી. કેન્દ્ર રાજ્ય સરકારની મરજી ન હોવા છતા ડેપ્યુટેશન પર બોલાવી શકે તેવો નિયમ છે ત્યારે આઇપીએસના ટ્રાન્સફરના નિયમોને લઇ સુપ્રીમ કોર્ટમાં પશ્ચિમ બંગાળના વકીલ અબુ સોહેલે અરજી કરી છે. નોંધનીય છે કે પશ્ચિમ બંગાળના વકીલ અબુ સોહેલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી જેમાં કેડર એક્ટ સામે સવાલો ઊભા કરવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે કેન્દ્ર પાસે રાજ્યો કરતાં વધારે શક્તિ છે. અરજી કરનારે કહ્યું કે રાજ્ય સરકારે કેન્દ્ર દ્વારા લેવાયેલા ર્નિણયનો પ્રભાવ રાજ્યો પર પડે છે એવામાં આ પ્રક્રિયા પર અદાલતે ધ્યાન આપવું જાેઈએ. જાેકે આ મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે દાખલ નહીં કરે અને તે બાદ અરજી ફગાવી દેવામાં આવી.