મુંબઈ-

આજે થોડો સમયમાં કેન્દ્રિય બજેટ રજૂ થવાનું હોવાને પગલે ખાસ કરીને શેરબજારના રોકાણકારોને એ જાણવાની ઉત્સુકતા હોય છે કે, શેરબજારનું રુખ કઈ તરફ હશે. આ બાબતે તમારે કેટલીક મહત્વની વિગતો જાણવી જરૂરી છે.

છેલ્લા 10 વર્ષના સાત બજેટ સત્રોમાં એવું જોવાયું છે કે, બજારમાં તે દિવસે 3 ટકા સુધીનો ઉતાર-ચઢાવ જોવાયો હોય. શુક્રવારે નિફ્ટી 13,634 પર બંધ હતો. અઠવાડિક ઓપ્શન્સના આંકડા એમ કહે છે કે, પહેલી ફેબ્રુઆરીએ નિફ્ટી 14,200ની ઉપર જાય કે પછી નીચેમાં 13,200ની નીચે જાય તો રોકાણકારોને ફાયદો થશે. 

નિષ્ણાતોનું માનવું છે કે, છેલ્લા 10 બજેટસત્રોમાંથી સાત બજેટસત્રો દરમિયાન ત્રણ ટકા સુધીની હેરફેર જોવાઈ છે. છેલ્લા પાંચ સત્રો દરમિયાન નિફ્ટી તેના 14,700ના સ્તરથી 8 ટકા ગગડી ચૂક્યો છે. બજેટના 10માંથી પાંચ સત્રો દરમિયાન નિફ્ટીમાં 3 ટકાની તેજી જોવાઈ છે, તો બે સત્રો દરમિયાન 3 ટકાની પીછેહઠ જોવાઈ છે. આમ, 4 ફેબ્રુઆરીની એક્સપાયરી પર 13,800નું સ્તર જાળવી રાખનારા રોકાણકારોને ફાયદો થઈ શકે છે.